છેલ્લા થોડા વર્ષોથી સરકારે ફિક્સ પગારવાળા નોકરી આપવાની શરૂ કરી છે. આ કારમી મોંઘવારીમા યુવા ભાઇ-બહેનોને પ્રતિમાસ સામાન્યત પાંચ, સાત, દસ, પંદર કે વીસ હજાર રૂ. પગાર મળે છે. તેમાંયે લગ્ન કરે ઘરનું ભાડુ ભરે, બાળક થાય એને ભણાવવા મોટી ફી ભરે માતા-પિતા હોય. આ બધાને ભરણ-પોષણ કરવું ટૂંકા પગારમાં ચાલી શકે એમ નથી. પછી આ લોકોએ બીજા માર્ગ અપનાવવા પડે. લાંચ લે, ખોટા બીલો મૂકે, જૂઠુ બોલી વધારાની આવક ઊભી કરવી પડે. નીચી કે આત્માના અવાજને દાબી દેવો પડે. આ ન્યાય સંગત વાત નથી. ફિક્સ પગારની વાત નથી.
કારણે યુવા વર્ગનું ભારે શોષણ થતું હોય. ગરીબ ગુજરાત રાજ્યના ગૌરવ અને અસ્મિતાને આ નિતિ બાંધનરૂપ છે. આ પ્રથા સરકારમાં બેઠેલા મહાનુભાવો કે ઉચ્ચ અધિકારીઓ તત્કાલ બંધ કરે. શિક્ષક મિત્રો તથા ત્રીજા, ચોથા વર્ગના ફિક્સ પગારવાળા કર્મચારીઓને જે વેતન અપાય છે તે પ્રવર્તમાન અસહ્ય મોંઘવારીમાં પરિવારનુ જીવન નિર્વાહ કરવું અત્યંત મુશ્કેલ છે. ફિક્સ પગારદારો માટે સરકારશ્રી અજમાયસી સમય પાંચ પાંચ વર્ષે રાખે છે તે સત્વરે સમયગાળો ઓછો કરે. ખરેખર આ કુદરતી ન્યાય સિધ્ધાંત વિરુધ્ધ છે.
નામાર ગુજરાત સરકારના માનવંતા મોભીઓ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે. ત્યારે આ ફીક્સ પગારવાળી પ્રથા એક પરિપત્રથી બંધ કરી કર્મચારીઓના જીવનને આ કારમી મોંઘવારીમાં ખુશહાલ કરી પારદર્શક વહીવટનો સાચો અમલ કરી બતાવે. પરિવારનું સારી રીતે જીવન નિર્વાહ કરી શકે. એટલો પગાર તો મળવો જ જોઇએ. દેશમા પગાર માળખામાં ઉત્તર પ્રદેશ પહેલા નંબરે છે. જ્યારે આપણુ ગુજરાત સરેરાશ વેતન સાથે નવમા નંબરે છે. સેલેરી સર્વે અનુસાર પુરુષ/સ્ત્રીની સેલેરીમાં મોટું અંતર છે. દ.ગુ. ચેમ્બર સીનીયર સીટીઝન કાઉન્સીલ NGO સેવા સંસ્થાઓ ઉચ્ચ સ્તરે રજૂઆત કરી જીવન નિર્વાહ થાય. એટલુ વેતન અપાવો.
જહાંગીરપુરા – ભગુભાઇ સોલંકી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.