Dakshin Gujarat

બીલીમોરા: બાઇક સવાર બનેવીને કારથી ટક્કર માર્યા બાદ સાળો બેઝબોલ લઇને મારવા દોડ્યો

બીલીમોરા : બીલીમોરામાં (Belimora) પરિવારના કૌટુંબિક ઝઘડાની અદાવતમાં બેન-બનેવી ઉપર સસરા, સાળા સાથે બીજા બે મળીને ચાર જણાએ હુમલો (Attack) કરતા ચકચાર મચી જવા પામી છે.

બીલીમોરા સોમનાથ મંદિરની પાછળ આવેલી જલાશીવ સોસાયટીમાં રહેતા ગોવિંદ રામજીભાઈ ટંડેલ (ઉં.55) સુરત નોકરીએ જવા સોમવારે સવારે પોતાની બાઇક GJ 21 AM 0060 પર બેસીને જવા નીકળ્યા હતા, જેઓ પોતાના ઘરથી થોડે દૂર જતા જ એક કથ્થઈ રંગની કારે પાછળથી તેમને ટક્કર મારતા તેઓ નીચે પડી ગયા હતા. અચરજની વાત તો એ છે કે આ ટક્કર પછી કારમાંથી નીચે ઉતરેલા ખુદ ગોવિંદભાઈનો સાળો બલવંત ઉર્ફે બલ્લુ ચંદ્રકાંત ઠાકુર હતો. જેના હાથમાં બેઝબોલ સ્ટિક હતી અને બનેવીને મારવા દોડ્યો હતો. પણ ગોવિંદભાઈ ત્યાંથી ઊઠીને મારથી બચવા ભાગી છૂટ્યા હતા. જેની પાછળ હુમલાખોરો પણ ભાગ્યા હતા.

આ દરમિયાન ગોવિંદભાઈએ તેની પત્ની ઉમાને ફોનથી વિગત કહેતા પત્ની પણ ત્યાં આવી ગઈ હતી, પણ તેનો ભાઈ બળવંત ઠાકોર અને તેના સાગરીતો નિર્મલ જીગો હસમુખભાઈ પટેલ સાથે એક અજાણ્યાએ મળીને લાકડા, સળિયો અને બેઝબોલની સ્થિકથી પતિ- પત્નીને મારતા ગોવિંદભાઈ ટંડેલને હાથે પગે તથા ડાભી આંખ પાસે ગંભીર ઇજા પોહચાડી હતી, જ્યારે પત્ની ઉમાને પણ સળિયાથી બંને પગમાં માર મરાયો હતો. જ્યારે તેના સસરા ચંદ્રકાન્ત ધનુષધારી ઠાકુરે ગાળો આપી હતી. કોઈકે 108 ને બોલાવતા બંનેને બીલીમોરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

બનાવ અંગે ગોવિંદ રામજી ટંડલે બીલીમોરા પોલીસમાં તેનો સાળો બળવંત ઉર્ફે બલ્લુ ચંદ્રકાંત ઠાકુર, સસરા ચંદ્રકાંત ધનુષધારી ઠાકુર (બંને રહેવાસી જલાશિવ સોસાયટી, સોમનાથ મંદિર પાછળ બીલીમોરા) સાથે જીગો હસમુખભાઈ પટેલ, (રહે ચીખલી) તથા અન્ય એક અજાણ્યા મળી ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top