નેપાળ: નેપાળના (Nepal) વડાપ્રધાન (PM) પુષ્પ કમલ દહલના પત્ની (Wife) સીતા દહલનું બુધવારનાં રોજ નિધન (Death) થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. સીતા દહલે 69 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતાં. ડોક્ટરો (Doctor) પાસેથી જાણકારી મળ્યા અનુસાર બુધવારે સવારે 8 વાગ્યે તેમને હાર્ટ એટેક (Attack) આવ્યો હતો, જે બાદ તેમનું નિધન થયું હતું. હોસ્પિટલે તેમને 8.33 વાગ્યે મૃત જાહેર કર્યા હતા. સીતા દહલ ઘણાં સમયથી બીમાર હતા. 2 વર્ષ પહેલા તેમને સારવાર માટે મુંબઈ (Mumbai) પણ ખસેડવામાં આવ્યાં હતા. સીતા દહલને પાર્કિન્સન રોગનાં લક્ષણો હતા. તેઓ માનસિક બિમારીથી પીડિત હતાં.
સીતા દહલની નોર્વિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેઓ પ્રોગ્રેસિવ સુપ્રાન્યુક્લિયર પાલ્સી (પીએસપી)થી પીડિત હતા જેને ગંભીર ન્યુરોલોજીકલ રોગ ગણવામાં આવે છે. આ રોગમાં મગજ કામ કરવાનું બંધ કરી દે છે અને ચેતા કોષોને નુકસાન થાય છે. આ કારણે માનવ શરીરની વિચારસરણી અને હલનચલન અનિયંત્રિત થઈ જાય છે. સીતા દહલના પરિવારમાં તેમના પતિ પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ અને 3 બાળકો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર સીતા દહલના અંતિમ સંસ્કાર પશુપતિ આર્યઘાટ પર બપોરે 2 વાગ્યે કરવામાં આવશે. આ પહેલા સવારે 11 થી 1 વાગ્યા સુધી પરિસદંડા ખાતે શ્રદ્ધાંજલિ સભા યોજાશે.