નડિયાદ: નડિયાદ (Nadiyad) નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે (AhmedabadVadodaraExpressHighway) પર ગોઝારો અકસ્માત (Accident) થયો છે. અહીં આજે મંગળવારે સવારે કાર અને એસટી બસ વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ છે. આ દુર્ઘટનામાં બે લોકોના ઘટના સ્થળે મૃત્યુ થયા હોવાની તેમજ 10 થી વધુને ઈજા પહોંચી હોવાની માહિતી મળી છે. અકસ્માત એટલો ભયંકર હતો કે કારનું તો પડીકું વળી ગયું હતં. જ્યારે બસ ડિવાઈડર તોડી હાઈવેની નીચે ઉતરી ગઈ હતી.
આજે મંગળવારે સવારે નડિયાને અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવેને જોડતા રોડ પર કાર (જીજે-01-એચવી-4270) અને એસટી બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં કાર હાઈવે પર પલટી મારી ગઈ હતી. તેનું પડીકું વળી ગયં હતું. કાર પર એમએલએ ગુજરાત લખેલી પ્લેટ મળી આવી છે. એસટી બસ રેલિંગ તોડી ખાડામાં ઉતરી ગઈ હતી. બસની ઈમરજન્સી બારીમાંથી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા.
આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે, જ્યારે 10ને ઈજા થઈ છે. જેમાં બે ગંભીર છે. 108ની 5 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. તમામને સારવાર માટે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. એસટી બસ વડોદરા-ગાંધીનગર-વડોદરાની હતી. અમુક ઈજાગ્રસ્તોને વડોદરાની સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યા છે.
એમએલએ ગુજરાત લખેલી પ્લેટવાળી કારમાં કોણ સવાર હતું તે જાણી શકાયું નથી. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. કારના નંબર પરથી મુસાફરોની ઓળખ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.
શું કહ્યં એસટીના ડ્રાઈવરે?
એસટીના ડ્રાઈવર રાકેશે અકસ્માત અંગે કહ્યું કે, વડોદરાથી બસ ગાંધીનગર સચિવાલય તરફ જતી હતી. હું મારી સાઈડમાં બસ ચલાવતો હતો. દરમિયાન ડિવાઈડર જંપ કરીને આવેલી કાર બસના આગળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી. તેથી મેં સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. મારી કોઈ ભુલ નથી. કાર નીચે ખાડામાં ઉતરી ગઈ હતી, જેના લીધે મુસાફરોને ઈજા થઈ છે.