Charchapatra

જય હો ગંગા મૈયા, જય હો તાપી મૈયા

હમણા જ તાપી મૈયાની સાલગીરીની ધામ-ધૂમથી ઉજવણી થઇ.  જેના કિનારે સુરત શહેર અને વિસ્તરતા જતા નવા-નવા વિસ્તારોમાં પણ તાપી નદીનું પાણી પીવા મળે છે તેવી વિશાળ પણ બનતી છીછરી નદીના ગૂણ-ગાન જેટલા ગાઇએ તેટલા ઓછા છે. ઘણા વર્ષો પહેલા હું મારા પરિવાર સાથે પાંચ પાંડવ ઓવારો, અશ્વનીકુમાર ખાતે ગયો હતો. અને ત્યાં એક વિશાળ દિવાલ પર જે ગાથા કોતરીને લખવામાં આવી હતી તે એવી હતી કે ગંગા મૈયા આપણી તાપી મૈયામાં સ્નાન કરી રહ્યા હતા. ત્યારે કોઇ મૂનીવરે ગંગા મૈયાને પૂછયુ કે મૈયા, તમારા વહેણમાં લોકો સ્નાન કરી પોતાનાં પાપનું નિવારણ કરે છે તો તમે અહી તાપી મૈયાની ગોદમાં કેમ સ્નાન કરો છો ?

ત્યારે ગંગા મૈયાએ જવાબ આપ્યો કે ‘હે મૂનિવર, પાપીઓના પાપ ધોતા-ધોતા મારૂ શરીર અગ્રિદાહ અનુભવે છે. અને તેને શાંત કરવા માટે મારે તાપી મૈયાની ગોદમાં આવી સ્નાન કરવું પડે છે. જેથી મારા શરીરની અગ્રિદાહ શાંત પડી જાય. આ ગાથામાં તાપી મૈયામાં રહેલા પવિત્રતાનું શક્તિ પ્રદર્શન થાય છે પણ આપણે સ્વાર્થી અને નિર્લજજ સૂરીતજનો તાપી મૈયામાં ડ્રેનેજનું પણ કેમીકલનું પાણી અને પ્લાસ્ટીકનો કચરો, ફૂલ-પાન નાંખી ગંદી કરી રહ્યા છે. તાપી મૈયાનું રોદ્ર સ્વરૂપે આપણા સૌના ઘર આંગણે અને ઘરમાં આવી ઘર બેઠા પાવન 2006માં કરી ગયાનું યાદ કરી તાપી મૈયાકી જય કહી તાપી મૈયામાં કોઇ પણ ગંદકી ન ઠાલવવાના સોગંદ લઇએ.
સુરત                – પરેશ ભાટિયા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

સેક્સ સિવાયના બીજા આનંદનો સ્વીકાર કરો
સેક્સ જ આ વિશ્વનું પરમ સત્ય છે. સેક્સ એ જીવનનું ઘણું મહત્ત્વનું કહો કે લગભગ અનિવાર્ય એવું બળ છે. એટલું જ નહીં તે વિધાયક પણ સિધ્ધ થઈ શકે છે. સેક્સ સત્ય, બીજું બધું મિથ્યા એવો અભિગમ યોગ્ય નથી. એ સાચું કે સેક્સનો આનંદ અતુલનીય છે. પણ તેથી બીજા આનંદના અસ્તિત્વનો ઈન્કાર ન થઈ શકે. સેક્સ વિશે વૈજ્ઞાનિક સમજદારીભર્યા અને ચેત વિસ્તારની ગુંજાયશ ધરાવતા અભિગમની આવશ્યકતા છે.
વિજલપોર -ડાહ્યાભાઈ પટેલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top