સુરત: કાપોદ્રા ખાતે આવેલી શાકભાજી માર્કેટમાંથી ટામેટા, રિંગણ અને લસણની ચોરી થયાની અરજી કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં થઈ છે. હાલમાં શાક બજારમાં શાકના ભાવ આસમાન પર છે ત્યારે ચોરીની ઘટના રોજ બનતા પોલીસ સ્ટેશને હવે શાકભાજીની ફરિયાદીની ચોરી આવી રહી છે. તે પૈકી કાપોદ્રા પોલીસ સ્ટેસનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
શહેરના પોલીસદાદાઓએ હવે શાકભાજી ચોરોને શોધવાના દિવસો આવી ગયા છે. તો બીજી તરફ શાકભાજી વિક્રેતાઓએ પણ હવે ટામેટા રાખવા માટે તિજોરી લેવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થઇ ગયું છે.
મોંઘવારીમાં હવે લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ ચોરી રહ્યાં છે. ગેસના બોટલ અને સામાનની ચોરી તો સામાન્ય થઈ છે. પરંતુ હવે શાકભાજીના ભાવ આશમાને જતા તેની પણ ચોરી વધી રહી છે. ગઈકાલે બટાકાની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ આજે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં અનિલભાઈ મોરેએ અરજી કરી છે. તે પોતે અક્ષર ડાયમંડ શાકભાજી માર્કેટમાં શાકભાજીનો વેપાર કરે છે.
રાત્રે શાકભાજી માર્કેટમાં મૂકીને ગયો હતો. ત્યારે ટામેટા, રિંગણ અને લસણની ચોરી થઈ છે. અરજીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. હજી ગઇ કાલે જ મોટા વરાછા ખાતે એપલ હેવન માતૃશ્રી ફાર્મ સામે રહેતા 56 વર્ષીય કેશવલાલ દેવજીભાઇ પટેલે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમણે 30 જુને તેમને 50 કિલોનો એક કટ્ટો એમ કુલ 45 કટ્ટા ખરીદી કર્યા હતા.
3 જુલાઈએ તેઓ રાત્રે મોટા વરાછા સૌરાષ્ટ્ર ટાઉનશીપ શોપ નં-બી-૧/૪૫ ની બહાર દુકાન બંધ કરીને આમાંથી 43 કટ્ટા મુકી ગયા હતા. બીજા દિવસે સવારે તેમની દુકાનની બાજુમાં આવેલા પાનના ગલ્લાવાળાએ તેમનો માલ ચોરી થયાની જાણ કરી હતી. જેથી કેશવલાલ દુકાને પહોંચી ગયા હતા. દુકાનની બહાર બટાકાના કટ્ટાની ગણતરી કરતા 17 કટ્ટાની ચોરી થઈ હતી.