વડોદરા: સમગ્ર ભારતમા વડોદરા જ એવું વિચિત્ર શહેર છે કે આ શહેર ની મધ્યમા થી પસાર થતી નદીમા સૌથી વધારે 300 જેટલાં મગરો છે.અને આ મગરો શહેર ના અનેક વિસ્તારો મા નદી બહાર લટાર મારતા જોવા મળે છે. પરંતુ નવાઈ ની વાત એ છેકે અત્યાર સુધી નદી બહાર આવતા મગરોએ ક્યારેય કોઈ નાગરિકો પર હુમલો કર્યો નથી.નદીઓ અંગે રિચર્ચ કરતી સઁસ્થા એ તો એવું જણાવ્યું છે કે એશીયા મા માનવ વસ્તી ઘરવતા શહેરમા સૌથી વધારે મગરો ધરાવતી એક માત્ર નદી વિશ્વામિત્રી નદી છે. આ નદી ગુજરાતની સૌથી વધુ પદુષિત નદી તરીકે પણ ઓળખાય છે.
નદીકાંઠે આવેલ ઔધોગિક વિસ્તારોમા થી કેમિકલવાળું પાણી નદીમા પાણી છોડવામાં આવે છે. વડોદરા શહેર મા હોટલો, અન્ય ડ્રેનેજો, ગેરેજવાળા સહિત અનેક લોકો પ્રદુષિત પાણી આ નદી મા છોડતાં હોવાનું કહેવાય છે. જેના કારણે વિશ્વામિત્રી નદીમા વસતા જલચર જીવો સામે જોખમ વધ્યું છે. ઘણા મગરો આ પ્રદુષિત પાણી ના કારણે તરફડી ને મોતના મુખમાં ધકેલતા જોવા મળે છે. પાવાગઢના પહાડમાંથી નીકળતી અને વિશ્વામિત્ર ઋષીના તપથી પાવન બનેલી વિશ્વામિત્રી નદી મૃતપાય બની છે.
ક્રોકોડાઈલ પાર્ક માત્ર કાગળ પર જ
મગરની સમસ્યાથી છૂટકારો મેળવવા વડોદરામાં મગરનો પાર્ક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો વિશ્વામિત્રી નદીમાં જ મગરનો પાર્ક બનાવવા નુ આયોજન કરવામાં આવ્યું હતું એક જ જગ્યાએ તમામ 250 જેટલા મગરોને રાખવાનુ આયોજન હતું. ચોમાસા દરમિયાન શહેરમાં ઘૂસી આવતા મગરોથી લોકોને છૂટકારો મળશે.તેવું કહેવામા આવ્યું હતું વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં અન્ય એક મગરનો પાર્ક બનાવવાનુ આયોજન હતું