ભારત દેશની પ્રજામાં એક વાત તો છે જ જયાં ટોળે વળવાનું આવે ત્યારે લ્હાવો લેવાનું ખુબ ગમે. રાજકારણની જાહેર સભા હોય અથવા રેલી હોય ટોળે વળવું એ જન્મસિધ્ધ અધિકાર છે. પછી ભલેને તેમાં અનેક પ્રકારની હાલાકી હોય, ખર્ચ હોય. રામાયણની કથા હોય કે ભાગવત કથા એમાં આમંત્રણને જરૂર નથી. આવા કથાકારોએ અસંખ્ય ધાર્મિક કથા કરી સદ્વિચારો આપ્યા પણ એની અસર ઘર સુધી પહોંચતી નથી. ફકત એમાં પણ હું પણું તે સાંભળી આટલી સાંભળી મેં સાંભળી? આ છે મનોવૃત્તિ. આટલા સત્સંગ પછી માનસિકતામાં કાંઇ ફેર પડયો?! હાલમાન જ નવા પ્રગટ થયેલા વાઘેશ્વર બાબાને મળવા એમના દર્શન કરવા ટોળે ટોળા ઉમટી પડયા. લાખોના ખર્ચે મંડપ બંધાયો. વિચાર્યું પૈસા કયાંથી આવ્યા? કોના ગયા? આ બાબાની સંતો જેવી ગંભીરતા જોવા મળતી નથી.
આપણે જાણીએ છીએ કે હાલમાં આવા ઢોંગી બાબાએ ખૂબ પ્રતિષ્ઠા અને ધન કમાયેલ જેલમાં છે. તે જાણવા છતાં ટોળીની માનસિકતા છૂટતી નથી?! કોરોના કાળ દરમ્યાન થાળી વગાડી ગો-કરોના-ગોના સમુહ થાળી વાદનથી કરોના ગયો?! જાણકારો જાણી ગયા કે પ્રજા કથપૂતળી છે જેમ નચાવશું તેમ નાચે છે!! હાલમાં જ અમદાવાદની રથયાત્રામાં આશારામ બાપુની મોટી ફ્રેમમાં મઢેલ ફોટો ફોરવીલ ઉપર લગાવી રથયાત્રામાં સામેલ કરેલ?! છે ને આપણી માનસિકતા. કે જે સંત બળાત્કારના કેસમાં કોર્ટમાં દોશી ઠરી જેલવાસ ભોગવી રહ્યા છે. આ તો જગન્નાથ યાત્રા છે. તેમાં આવું કૃત્ય. પોલીસતંત્રે પણ જોયું હશે પણ એમને વિચક્ષણ બુધ્ધિ વાપરી કેમકે બાપુની ગાડી અટકાવાય. તો તેના ભકતો ધમાલ કરી રથયાત્રામાન વિઘ્ન થાય. દોશી બાપુઓના પણ ઘણા ભકતો છે. એ આપણી માનસિકતા કેવી છે જેનો પુરાવો છે.
અમરોલી – બળવંત ટેલર -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
બહેનોને ‘અબળા’ કહીને ગાળ આપી છે
ગાંધીજીએ લખ્યું છે કે, સ્ત્રીવર્ગ દુનિયામાં એક મહત્ત્વનું અંગ છે, મહત્ત્વની હસ્તી છે, નહીં કે પુરુષોનું રમકડું. સ્ત્રી તો ત્યાગની મૂર્તિ છે. બહેનોને મેં અહિંસાની સાક્ષાત્ મૂર્તિ કહી છે. બહેનોમાં પ્રભુએ એક એવું પ્રેમાળ હૃદય મૂક્યું છે, જે પુરુષોમાં નથી. સ્ત્રીનું સ્વરૂપ આપ્યું છે તે ઈશ્વરની દયા છે એમ હું માનું છું. બહેનો જ હિંદમાં સ્વરાજ્ય-સુરાજ્ય લાવી શકે. કારણ કે જેમ ગૃહિણી વિના ઘરની ગોઠવણી અધૂરી જ રહે તેમ બહેનો વિના સ્વરાજ્યની ગોઠવણીયે અધૂરી છે. સ્ત્રી એટલે ત્યાગ અને તપસ્યાની સાક્ષાત્ મૂર્તિ. બહેનોને ‘અબળા’ કહીને એ શક્તિને વગોવી છે. મારી દૃષ્ટિએ તો બહેનોને એક જાતની ગાળ આપી છે. સ્ત્રીઓ અહિંસા, ધૈર્ય, સહનશીલતા અને ધર્મની સાક્ષાત્ મૂર્તિ છે.
વિજલપોર – ડાહ્યાભાઈ હરિભાઈ પટેલ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.