National

બળવાખોર પ્રફુલ્લ પટેલ અને સુનિલ તટકરેને શરદ પવારે NCPમાંથી તગેડી મુક્યા

મુંબઈ: અજિત પવારના બળવા બાદ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. હવે NCPએ પ્રફુલ પટેલ અને સુનીલ તટકરેને પાર્ટીની ગતિવિધિઓના આરોપમાં પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. NCPની શિસ્ત સમિતિએ અજિત પવાર સહિત નવ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાનો ઠરાવ પસાર કર્યો છે. આ તમામ ધારાસભ્યોને પક્ષ વિરોધી ગતિવિધિઓના આરોપમાં ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.

NCPમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ પ્રફુલ્લ પટેલે કહ્યું કે અમે અજિત પવારના નેતૃત્વમાં સરકારમાં જોડાયા હતા. અમે NCP તરીકે કેટલાક નિર્ણયો લીધા છે, જેના વિશે અમે મહારાષ્ટ્રના લોકોને જણાવવા માંગીએ છીએ. અમે પાર્ટી માટે મોટા નિર્ણયો લીધા છે. સત્તાવાર રીતે, NCPએ મને કાર્યકારી અધ્યક્ષનું પદ આપ્યું હતું. હું કાર્યકારી પ્રમુખ પહેલા ઉપપ્રમુખ તરીકે ચૂંટાયો હતો.

પ્રફુલ્લ પટેલે વધુમાં કહ્યું કે, શરદ પવારના નિર્ણયો એનસીપીના નિર્ણયો નથી. તેઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. અજિત પવાર એનસીપીના વિધાનમંડળના નેતા હશે. તેમની સત્તાવાર પસંદગી કરવામાં આવી છે. અનિલ પાટીલ તેમના પદ પર ચાલુ રહેશે.

આ અગાઉ મહારાષ્ટ્રના (Maharastra) રાજકારણમાં (Politics) રવિવારે મોટી ઉથલપાથલ મચી હતી. NCP નેતા અજિત પવાર (Ajit Pawar) શિંદે સરકારમાં સામેલ થયા હતા. તેમણે ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા હતા. આ સાથે તેમની સાથે 8 ધારાસભ્યો પણ શિંદે સરકારમાં સામેલ થયા હતા. ભાજપ-શિવસેના (BJP-ShivSena) ગઠબંધનને ટેકો આપવા અને સરકારમાં જોડાવાનો અજિત પવારનો નિર્ણય 2024 પહેલા વિપક્ષી એકતા માટે મોટો આંચકો છે. દરમિયાન એનસીપીએ અજિત પવાર સાથે અન્ય 8 ધારાસભ્યો વિરુદ્ધ વિધાનસભા અધ્યક્ષને અરજી કરી છે અને જણાવ્યું છે કે અજીત પવાર સાથે લીધેલા તમામ મંત્રીઓને ગેરલાયક ઠેરવવામાં આવે.

પવાર સહિતના ધારાસભ્યો ફરી NCP પાછા ફરે છે તો અમે તમામનો સ્વીકાર કરી લઈશું: જયંત પાટીલ
NCPના મહારાષ્ટ્ર પ્રમુખ જયંત પાટીલે જણાવ્યું કે અમે અજિત પવાર સહિતના 8 ધારાસભ્યો વિરુદ્ધ વિધાનસભામાં અરજી કરી છે. આ સાથે અમે ચૂંટણીપંચને પણ પત્ર લખ્યો છે. તેમણે વધુમાં કહ્યું અજિત પવાર સહિતના 8 ધારાસભ્યોના આ નિર્ણય અંગે NCPને કોઈ જાણ ન હતી તેથી તેમના આ નિર્ણય યોગ્ય નથી જેથી તમામને ગેરલાયક ઠેરવવામાં માટે વિધાનસભા અધ્યક્ષને અરજી કરવામાં આવી છે. પાટીલે કહ્યું જો પવાર સહિતના ધારાસભ્યો ફરી NCP પાછા ફરે છે તો અમે તમામનો સ્વીકાર કરી લઈશું.

ભલે હુંએ શપથ લઈ લીધા છે પરંતુ હજુ પણ હું શરદ પવારની સાથે છું : દૌલત દરોડા
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય દૌલત દરોડા ગઇકાલે અજિત પવાર સાથે રાજભવનમાં શપથ ગ્રહણ દરમિયાન હાજર હતા. આ પછી તેઓએ જણાવ્યું હતું કે ભલે હું અ શપથ લઈ લીધા છે પરંતુ હજુ પણ હું શરદ પવારની સાથે છું. તેમને મંત્રી પદની ઓફર પણ કરવામાં આવી હતી પરંતુ તેમણે કહ્યું હતું કે જો એકનાથ શિંદે મુખ્ય પ્રધાન બનશે તો હું તેમની સરકારમાં તેમની સાથે નહીં રહીશ.

મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં મુખ્યમંત્રી બદલાવા જઈ રહ્યા છે: સંજય રાઉત
મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે શિવસન (યુબીટી)ના નેતા સંજય રાઉતે દાવો કર્યો છે કે મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં મુખ્યમંત્રી બદલાવા જઈ રહ્યા છે. તેમણે કહ્યું છે કે એકનાથ શિંદેને હટાવવામાં આવશે અને તેમને અને તેમના 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવશે.

ભાજપે ચૂંટણીના 6 મહિના પહેલા વિપક્ષી એકતાને જોરદાર ફટકો આપ્યો
2024ની ચૂંટણીના છ મહિના પહેલા જ ભાજપે વિપક્ષી એકતાને જોરદાર ફટકો આપ્યો છે. તેનું નુકસાન માત્ર શરદ પવારને જ નહીં, પરંતુ આવનારા દિવસોમાં પટનામાં મહાજુથનું આયોજન કરનારા નીતિશ કુમાર સહિત તમામ વિરોધ પક્ષોને થશે. આ ઉપરાંત આગામી સામાન્ય ચૂંટણીમાં ફરી વાપસીના સપના જોઈ રહેલી કોંગ્રેસને પણ આનાથી નુકસાન થયું છે.

“ભાજપને તેનું યોગ્ય સ્થાન બતાવીશું”: શરદ પવાર
એનસીપીમાં વિભાજન બાદ શરદ પવાર આજે સાતારાના પ્રવાસે છે. આજે રેલીના સંબોધનમાં શરદ પવારે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે મહારાષ્ટ્રે પોતાની એકતા બતાવવી પડશે. ધર્મના આધારે અણબનાવ સર્જાઈ રહ્યો છે. ભાજપને તેનું યોગ્ય સ્થાન બતાવશે. લોકશાહી બચાવવાનો પ્રયાસ થવો જોઈએ. પવારે વધુમાં કહ્યું કે અમારા કેટલાક મિત્રો ભાજપની સામે નબળા પડી ગયા. મહારાષ્ટ્રમાં જાતિનું રાજકારણ ચાલશે નહીં. મહારાષ્ટ્રને મજબૂત કર્યા વિના નહીં રહે. આ ફટકો લોકશાહીમાં માનનારા લોકોને આપવામાં આવ્યો છે.

આ સાથે ભાજપ પર શરદ પવારે આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે ઘણા રાજ્યોમાં પાર્ટીને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ભાજપ ઘણા રાજ્યોમાં આ પ્રકારની રમત રમી રહી છે. અમે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં મહારાષ્ટ્રની સેવા કરી રહ્યા છીએ પરંતુ કેટલાક લોકોએ અમારી સરકારને પાડી દીધી. દેશના અન્ય ભાગોમાં પણ આવું જ બની રહ્યું છે. પવારે વધુમાં કહ્યું કે આજે મહારાષ્ટ્ર અને દેશમાં કેટલાક જૂથો દ્વારા જાતિ અને ધર્મના નામે સમાજ વચ્ચે તિરાડ ઉભી કરવામાં આવી રહી છે.

આ પછી અજિતના સમર્થક સાંસદ અમોલ કોલ્હે શરદ પવાર કેમ્પમાં પાછા ફર્યા હતા. તેમણે કહ્યું કે હું શરદ પવારની સાથે છું. બીજી તરફ મહારાષ્ટ્ર NCP પ્રમુખ જયંત પાટીલે મહારાષ્ટ્ર NCP મહાસચિવ શિવાજી ગર્જેને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. ગઈકાલે શપથ ગ્રહણ સમારોહમાં અજિત પવાર સહિત બળવાખોર ધારાસભ્યોની હાજરીને કારણે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું અનુમાન છે.

Most Popular

To Top