Gujarat

ઉત્તર ગુજરાતના અનેક ગામો-શહેરોમાં ભૂળભૂત પાયાની સુવિધાઓથી લોકો વંચિત : અમિત ચાવડા

ગાંધીનગર : રાજ્યમાં સરકારી, અર્ધ સરકારી કચેરીઓમાં કામ કરતા રોજમદારો લઘુત્તમ વેતનથી વંચિત રાખવામાં આવે છે, આઉસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પ્રથામાં ભાજપના (BJP) મળતિયાઓ દ્વારા થતું કર્મચારીઓનું શોષણ (Exploitation of employees) થાય છે. દારુ, જુગારના અડ્ડાઓ, બેરોકટોક રીતે ધમધમી રહ્યા છે, જેના લીધે સ્ત્રી સલામતીની વાતો પોકળ સાબિત થઈ અને સ્ત્રીઓની સલામતી માટે આજે સાબરકાંઠાના તલોદમાં કોગ્રેસ (Congress) દ્વારા યોજાયેલા જનમંચ કાર્યક્રમમાં રજૂઆતઓ મળી હતી. જનમંચ દ્વારા મળેલી સામાન્ય પ્રજાના પ્રશ્નો, સમસ્યાઓ, ફરિયાદોના પરિણામલક્ષી નિવારણ માટે જનસભા થી વિધાનસભા સુધીની લડત લડીશું, તેવું વિધાનસભામાં કોગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું.

તલોદ ખાતે જનમંચ કાર્યક્રમમાં યુવાનો, મહિલાઓ, વેપારીઓ, ખેડુતો, પીડીતો, વંચિતો, શોષીતો પોતાની સમસ્યાઓની રજૂઆત કરી હતી કે, તલોદ નગરપાલિકાના અનેક વિસ્તારમાં પાકા રસ્તા, શુદ્ધ પાણી, ગટર વ્યવસ્થા જેવી પાયાની સુવિધાઓથી લોકો વંચિત છે. ટેક્સ ભરવા છતાં સુવિધાના નામે મીંડું છે. દારુ, જુગારના અડ્ડાઓ, બેરોકટોક રીતે ધમધમી રહ્યા છે, જેના લીધે સ્ત્રી સલામતીની વાતો પોકળ સાબિત થઈ અને સ્ત્રીઓની સલામતી નથી, ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણી અને સિંચાઇ માટે તળાવ ભરવાની સ્થાનિકોની માંગ, નર્મદાનું પાણી પણ આવતું નથી તે માટે લોકોમાં ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો.

આ ઉપરાંત પ્રાથમિક શાળાઓમાં બાળકોને પીવાના પાણી અને સેનીટેશનની સુવિધાઓ મળી રહી નથી, પોલીસ અને પ્રશાસનની મિલીભગતથી જબરદસ્તીથી જમીન પર કબજા થઈ રહ્યા છે, કાયદો અને વ્યવસ્થા જેવું કંઈ દેખાતું નથી. દાળ, શાક, કરિયાણું, દૂધ વગેરે રોજિંદી વસ્તુઓના ભાવો આસમાને, મોંઘવારીથી પીડાતી જનતા, ગૃહિણીઓને માસિક બજેટમાં ઘર ચલાવવાની ચિંતા સતાવી રહી છે. પોલીસ દ્વારા લારી-ગલ્લાના નાના વેપારીઓને હેરાનગતિ, હપ્તારાજના લીધે વેપારીઓ ડરીને ધંધો કરવા લોકો મજબૂર બન્યા છે.

Most Popular

To Top