Trending

આશ્ચર્યચકિત ઘટના: 36 વર્ષોથી એક વ્યક્તિના પેટમાં બે જોડિયાઓ હતા!

નવી દિલ્હી: મહારાષ્ટ્રના (Maharashtra) નાગપુરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક 60 વર્ષનો વ્યક્તિ 36 વર્ષથી બે જોડિયા બાળકો સાથે પ્રેગ્નેન્ટ (Pregnant) હતો. ડોક્ટરોએ (Doctor) આ ઘટનાને મેડિકલ જગતની એક દુર્લભ ઘટના તરીકે ઓળખાવી છે. આવી મેડિકલ પરિસ્થિતિને (Medical Condition) ‘ફીટસ ઇન ફીટુ’ (Fetus in Fetu) તરીકે ઓળખવામાં આવે છે.

  • ફીટસ ઇન ફીટુ એક દુર્લભ મેડિકલ કંડિશન
  • વિશ્વભરમાં 200 થી વધારે કેસ

ઓપરેશન કરતા ડોક્ટરો પણ હેરાન
નાગપુરના સંજુ ભગત જ્યારે નાના હતા ત્યારથી જ એમનું પેટ સામાન્ય બાળકોની સરખામણીમાં વધારે મોટું હતું. વર્ષ 1999માં એમનું પેટ વધારે મોટું થઇ ગયુ હતું, જેના કારણે તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગી હતી. જ્યારે તેઓ ડોક્ટર પાસે ગયા તો ડોક્ટરને લાગ્યું કે એમના પેટમાં મોટો ટ્યુમર છે જે ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. પરંતુ જ્યારે સંજુ ભગતનો ઓપરેશન કરવામાં આવ્યુ તો ડોક્ટરો હેરાન થઇ ગયા હતા. જ્યારે ડોક્ટરોએ સંજુ ભગતના પેટમાં હાથ નાંખીને જોયું તો તેમને ઘણા હાંડકાઓ મળ્યા, એક પગ મળ્યો, ત્યાર બાદ હાથ, વાળ, મોઢું અને શરીરનાં અન્ય અંગો પણ મળ્યા હતા.

શું છે ફીટસ ઇન ફીટુ?
ફીટસ ઇન ફીટુ એક દુર્લભ મેડિકલ કંડિશન છે. જેના વિશ્વભરમાં અત્યાર સુધીમાં 200 થી વધારે કેસ સામે આવી ચુક્યા છે. ફીટસ ઇન ફીટુ ભાગ્યે જ જોવા મળે છે. જેમાં કોઇ અંગ કે આંશિક રૂપે બનેલું ભ્રૂણ વ્યક્તિની અંદર જોવા મળે છે. આ ભ્રૂણ વ્યક્તિનો જ જોડિયા હોય છે જે તેના શરીર પર આધાર રાખે છે.

નેશનલ મેડિકલ ઓફ લાઇબ્રેરી મુજબ આવુ ત્યારે થાય છે જ્યારે કોઇ મહિલાના પેટમાં એક કે તેથી વધારે ભ્રૂણનો વિકાસ થતો હોય. આ દરમિયાન જ્યારે ભ્રૂમનો વિકાસ થઇ રહ્યુ હોય ત્યારે એક જોડિયો સારી રીતે વિકસિત ન થતાં બીજા જોડિયા નો પોતાની અંદર સમાવેશ કરી લે છે. ત્યાર બાદ એ ભ્રૂણ બીજા જોડિયાના શરીરની અંદર જ ટ્યુમરની જેમ વિકાસ કરે છે. ડોકટર્સના જણાવ્યા મુજબ આ દુર્લભ સ્થિતિમાં કોઇ વ્યક્તિના શરીરની અંદર આંશિક રૂપથી બનેલું ભ્રૂણ જોવા મળે છે. ફીટસ ઇન ફીટુમાં સામાન્ય રીતે ભ્રૂણના સંપૂર્ણ અંગનો વિકાસ થતો નથી. તે જીવીત રહેવા માટે એ જ શરીર પર નિર્ભય હોય છે, જેમાં તે અસ્તિત્વ ધરાવતો હોય છે.

આ મેડિકલ કંડિશનના નિવારણ તરીકે ડોક્ટર દ્વારા વ્યક્તિનું ઓપરેશન કરીને અવિકસિત ભ્રૂણ અથવા તેના અંગોને શરીરની બહાર કાઢવામાં આવે છે.

Most Popular

To Top