વડોદરા: વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન દ્વારા સત્તાધીશોના પૂતળાનું દહન કરી ભારે વિરોધ નોંધાવ્યો હતો.સીટો વધારવાના મામલે આંદોલનના માર્ગે ઉતરેલા વિવિધ સંગઠનોમાં ભારે રોષ ફેલાયો છે.ત્યારે યુનિવર્સીટી સત્તાધ્ધિશોને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. વિશ્વવિખ્યાત વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં એફવાય બીકોમની સીટો વધારવા માટે છેલ્લા ઘણા દિવસોથી વિવિધ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
આ મામલે સત્તાધીશોને ભગવાન સદબુદ્ધિ આપે તે માટે રામધૂનના પાઠ પણ કરવામાં આવ્યા હતા.પરંતુ આજદિન સુધી આ અંગે કોઈ યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવતા ઓલ ગુજરાત સ્ટુડન્ટ્સ યુનિયનના અગ્રણી પંકજ જયસ્વાલની આગેવાની હેઠળ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે એકત્ર થયા હતા.ભારે સૂત્રોચારો સાથે યુનિવર્સિટીના સત્તાધીશોનું પૂતળાનું દહન કર્યું હતું. જેને લઈ સયાજીગંજ પોલીસ દોડતી થઈ હતી.નોંધનીય છે કે યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રાધ્યાપકોને અછત છે તેમજ પરિક્ષા લેતા સમયે અન્ય ફેકલ્ટી પાસે જગ્યા લેવાની ફરજ પડે છે. તેથી વિદ્યાર્થીઓને મુશકેલનો સામનો કરવો પડે છે.
ફેકલ્ટી સત્તાધીશો દ્નારા વર્ષ 2023માં એફ.વાય.બીકોમમાં માત્ર 5320 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે.
જેના વિરોધમાં વિવિધ વિદ્યાર્થી સંગઠનો વિરોધ કરી રહ્યા છે. ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન દ્વારા બેઠક વધારવા માટે વાઇસ ચાન્સલર અને ડીનને પણ રજૂઆત કરવામાં આવી હતી.તેમ છતાં કોઇ નિરાકરણ ન આવતા ગઇ કાલે વિદ્યાર્થી સંગઠન AGSU દ્વારા મુખ્ય બિલ્ડીંગ પર મહાદેવનાં મંદિર ખાતે કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશોને સતબુદ્ધિ આવે તે હેતુથી રામધૂન અને હનુમાન ચાલીસાના પાઠ બોલાવ્યા હતા.આમ છતાં કોઇ નિરાકરણ ન આવતા આજે વિદ્યાર્થીએ ઉગ્ર આંદોલન કર્યુ હતુ. હાથમાં પ્લેકાર્ડ લઇને ભારે સુત્રોચાર કર્યા હતા. એટલું જ નહીં પૂતળા દહન પણ કર્યુ હતુ.
વડોદરા શહેર જિલ્લાના દરેક વિદ્યાર્થીઓને એડમીશન આપવામાં આવે તેવી માંગણી
છેલ્લા છ દિવસથી ગાંધી ચિંધ્યાના માર્ગે સતત વિરોધ અને રજૂઆત કરવામાં આવી રહી છે. યુનિવર્સિટીના તમામ અધિકારીને રજૂઆત કરી ચૂક્યા છીએ અમારી માંગ એક જ છે.આ યુનિવર્સિટીમાં વડોદરા શહેર તથા જિલ્લાના દરેક વિદ્યાર્થીને એડમિશન આપવામાં આવે. ફક્ત 5320 વિદ્યાર્થીને એડમિશન આપવાના નિર્ણયને અમે નકારી રહ્યા છીએ. અમારી માંગને સંતોષવામાં નહી આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.ગાંધી ચિંધ્યાના માર્ગે આંદોલનની શરૂઆત કરી હતી. આજે ઉગ્ર બન્યુ છે.જરૂર પડશે તો ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુનું પણ અમે સ્વરૂપ લઇશું. – પંકજ જયસ્વાલ, વિદ્યાર્થી નેતા