World

હવે બાળકના જન્મ માટે સ્પર્મની જરૂર નહીં પડે?: સિન્થેટીક ડાયમંડની જેમ બનાવાયું કૃત્રિમ માનવ ભૃણ

લંડન: દેશ વિદેશના વૈજ્ઞાનિકો સતત નવા પ્રયાગો કરતા રહે છે. થોડા સમય પહેલાં વૈજ્ઞાનિકોએ સિન્થેટીક એટલે કે કૃત્રિમ હીરાનું લેબોરેટરીમાં ઉત્પાદન કરવાની પદ્ધતિ શોધી અને આજે વિશ્વભરમાં લેબગ્રોન ડાયમંડ વેચાવા લાગ્યા છે. હવે વૈજ્ઞાનિકોએ કૃત્રિમ માનવી બનાવવાની દિશામાં એક પગલું માંડ્યું છે.

અમેરિકા (America) અને યુકેના (UK) વૈજ્ઞાનિકોની (Scientist) એક સંયુક્ત ટુકડીએ પ્રથમ વખત એક સિન્થેટિક માનવ ભૃણ (Synthetic human embryos) જેવું માળખું સ્ટેમ સેલો (Stem cello) વડે બનાવ્યું છે, જે શુક્રાણુ (sperm) કે માદા અંડ બીજ (Female egg seed) વિના બનાવવામાં આવ્યું છે.

  • સ્ટેમ સેલમાંથી ભૃણ રચાયું, જો કે તેમાં ધબકતા અંગો નથી
  • જો આ શોધનો દુરુપયોગ થાય તો ભયંકર પરિણામોની કેટલાક વૈજ્ઞાનિકોની ચેતવણી

હાલમાં જે ભૃણ રચવામાં આવ્યું છે તેમાં ધબકતું હ્દય કે મગજ નથી પરંતુ આગળ જતા ગર્ભનાળ અને ખરેખરું ભૃણ પણ રચી શકાશે એમ એક અહેવાલમાં દાવો કરાયો છે. આ શોધ જિનેટિક રોગો અથવા ગર્ભપાત થઇ જવાના કારણો સમજવા માટેનો માર્ગ મોકળો કરી શકે છે.

આ સિન્થેટિક ભૃણ બનાવવા માટે શરીરના માસ્ટર કોષો મનાતા સ્ટેમ સેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમેરિકા અને બ્રિટનના વૈજ્ઞાનિકોની સંયુક્ત ટુકડીએ આ કૃત્રિમ ભૃણ વિકસાવ્યું છે. આ વૈજ્ઞાનિક ટુકડીમાંના એક વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે કુદરતી ભૃણ કરતા આ ફક્ત 14 દિવસના તબક્કા જેટલું જ ઓછું વિકસીત છે.

જો કે કેટલાક ટોચના વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે કૃત્રિમ માનવ ભૃણ રચવાની દિશામાંની સફળતાની ભયંકર અસરો થઇ શકે છે જો તેનો દુરુપયોગ થાય તો. પ્રોફેસર જેમ્સ બ્રિસ્કો નામના એક અગ્રણી વૈજ્ઞાનિકે કહ્યું હતું કે આ શોધને કારણે નૈતિક અને કાનૂની પ્રશ્નો ઉભા થઇ શકે છે.

તેમણે સ્ટેમ સેલ સંશોધકોની આંતરરાષ્ટ્રીય સોસાયટીની વાર્ષિક બેઠકમાં બોલતા કહ્યું હતું કે આઇવીએફથી જન્માવાતા માનવ ભૃણ માટે એક સ્થાપિત કાનૂની માળખું છે જ્યારે સ્ટેમ સેલથી વિકસાવાતા આવા ભૃણ માટે હજી કોઇ કાનૂની માળખું નથી જે રચવાની જરૂર છે નહીંતર આ શોધના દુરુપયોગના હાનિકારક પરિણામો આવી શકે છે.

Most Popular

To Top