છેલ્લા કેટલાક વરસો થી ગુજરાત સરકારે (રૂપાણી સરકારે ) સમગ્ર રાંદેર ઝોન વિસ્તારમાં અંડર ગ્રાઉન્ડ જિ.ઈ.બી દ્વારા લાઈટ કનેકશન નાખવાનું કામ મંજૂર કરી દીધું છે. વારંવાર ઓવરહેડ વાયરો તૂટી જાય છે, જરાક વરસાદ આવે તો લાઈટ ગુલ થઇ જાય છે. કંપ્લેન સેન્ટર પર ફોન કરીએ તો busy busy આવે છે અને જયારે કદાચ ફોન લાગી જાય તો પ્રજાને સીધો જવાબ પણ આપવામાં આવતો નથી. હમણાં સુધી અર્ધો ઇંચ પણ વરસાદ પણ પડ્યો નથી છતાં વરસાદ પડ્યો છે એટલે જમ્પહર સાફ કરવાના હેતુથી કલાકો સુધી લાઈટ બંધ કરી દેવામાં આવે છે. અસહ્ય ગરમી અને લાઈટ બંધ થાય તો પંખા વગર પ્રજા પરસેવામાં રેબઝેબ અસહ્ય ગરમીનો રેઢિયાળ કારભારના કારણે સામનો કરવો પડી રહ્યો છે. S. M. C. રસ્તા ખોદવાની પરમિશન આપતી નથી એટલે અંડર ગ્રાઉન્ડ લાઈટનું કામ અટવાઇ રહ્યું છે.એવું એક D. G. V. G. L. ના એક અધિકારીએ પોતાનું નામ ન આપવાની શરતે આ વાત મને બતાવી હતી.
આ વાત કેટલી હદ તક સાચી છે એ તો સત્તાધારી લોકો જ બતાવી શકે. પરંતુ એક વાત ચોક્કસ છે કે લાઈટ માત્ર મુસ્લિમ વિસ્તારમાં જ બંધ થતી નથી. સમગ્ર રાંદેર ઝોન વિસ્તારમાં લાઈટ વારંવાર બંધ થઇ જાય છે. રાંદેર ઝોનના પાલનપુર રોડ આનંદ મહલ રોડ, રાંદેર તાડવાડી, ગોરાટ રોડ. રાંદેર ગામ તળ, જહાંગીર પુરા, મોરાભાગલ, વિગેરે સમગ્ર રાંદેર ઝોન વિસ્તારમાં દિવસમાં એક બે વાર કલાકો સુધી વીજ પાવર બંધ રહે છે.રાંદેર ઝોનની પ્રજા જાગૃત બની આ પ્રશ્ન બાબતે આવાજ ઉઠાવે. લોકો ચૂપ કેમ છે? કેમ કોઈ અવાજ ઉઠાવતો નથી?
રાંદેર -ઈકબાલ મલિક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
કેરી ખાવાથી ફાયદા
કેરી ફળોનો રાજા કહેવાય છે. કેરીમાં ભરપૂર પ્રમાણમાં બીટા-કેરોટિન અને ફાઈબર હોય છે. આ બંને તત્ત્વો બ્લડ પ્રેશરના સ્તરને નિયંત્રણમાં રાખવામાં સહાયક માનવામાં આવે છે. માટે હેલ્થ એક્સપર્ટના મતે બ્લડ પ્રેશરનાં દર્દીઓ માટે કેરીનું સેવન ફાયદાકારક છે. હવે જોઈએ કેરી કેવી રીતે ખાવાથી ફાયદાકારક છે. કેરી એક જ છે. તેને અલગ અલગ રીતથી ખાવાથી ફાયદા કેવી રીતે થાય છે તે અનુક્રમ પ્રમાણે જોઈએ. (1) કેરી ચૂસીને ખાવાથી, (2) કેરી કાપીને ચારીને કરીને ખાવાથી, (3) કેરીને તેની છાલ કાઢી ટુકડા (જેવા કે પનીર ટાઈપ)ને સુરતી ભાષામાં કેરીના સાંબીયા કહે છે. (4) કેરીનો રસ કાઢી ખાવાથી. આમ પ્રથમ રીતમાં ફાયદો વધારે છે ને ઉતરતી કક્ષામાં ધીમે ધીમે ફાયદો ઓછો થતો જાય છે.
સુરત. -મહેશ આઈ.ડોક્ટર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.