વ્યારા: (Vyara) વ્યારાના બોરખડી ગામે ભાટી ફળિયામાંથી ગાંધીનગરની (Gandhinagar) સ્ટ્રાઇકિંગ ફોર્સની ટીમે (The Striking Force Team) તા.૧૪/૦૬/૨૦૨૩ના રોજ મળસકે ૪:૪૦ વાગ્યાના અરસામાં ઇંગ્લિશ દારૂ (Alcohol) ભરેલા કન્ટેનર સાથે દારૂના (Liquor) ધંધાના હિસાબની દેખરેખ કરનાર તથા સપ્લાય કરનાર વ્યારાના બોરખડી ગામે ભાટી ફળિયામાં રહેતો વિમલ સન્મુખ ચૌધરી (ઉં.વ.૩૦)ને ઝડપી પાડ્યો છે.
- બોરખડીમાં ગાંધીનગરની સ્ટ્રાઇકિંગ ફોર્સની ટીમે રૂ.૧૦ લાખનું દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું
- સુરતના ચલથાણ, કડોદરા, સાયણ, કોસંબા સહિતના વિસ્તારોના બુટલેગરોને ત્યાં દારૂ ઠાલવવાનો હતો
- હાલ દારૂના ધંધાના હિસાબની દેખરેખ કરનાર શખ્સની ધરપકડ
- લિસ્ટેડ બુટલેગરોમાં કિરણ ઉર્ફે કિરણ બોરખડી અને મુકેશ ઉર્ફે મુન્નો ટીચકિયા સહિત ૧૯ વોન્ટેડ
તાપી જિલ્લાનો મુખ્ય નામચીન બુટલેગર માફિયા કિરણ ઉર્ફે કિરણ બોરખડી મણીલાલ ચૌધરી અને મુકેશ ઉર્ફે મુન્નો અશ્વિન ગામીત સહિત ૧૯ જણાને વોન્ટેડ જાહેર કર્યા છે. સ્ટ્રાઈકિંગ ફોર્સે દારૂની ૮૯૦૮ બોટલો-ટીન મળી કુલ રૂ.૧૦,૦૬,૧૮૦ના જથ્થા સાથે બુટલેગરની અંગજડતી દરમિયાન રોકડ રૂ.૨૯૨૦, મોબાઇલ નંગ ૩ કિં.રૂ.૬,૫૦૦ ત્રણ વાહન કિ.રૂ.૧૮,૨૫,૦૦૦ મળી કુલ રૂ.૨૮,૪૦,૬૦૦નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.
તાપી જિલ્લામાંથી છેક સુરતના ચલથાણ, કડોદરા, સાયણ, કોસંબા સહિતના દક્ષિણ ગુજરાતનાં અનેક વિસ્તારોનાં બુટલેગરોને ત્યાં ઠાલવવા માટે આ ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો હતો. હાલ તો આ કન્ટેનરને સ્ટ્રાઇકિંગ ફોર્સની ટીમે ઝડપી પાડ્યું છે, ત્યારે અગાઉ આ લિસ્ટેટ બુટલેગરોમાં ટીચકપુરાના મુકેશ ઉર્ફે મુન્નો તેમજ બોરખડીના કિરણ ઉર્ફે કિરણ બોરખડી મણીલાલ ચૌધરીએ હજુ સુધીમાં સેંકડોની સંખ્યામાં કન્ટેનરો ભરી દારૂ દક્ષિણ ગુજરાતમાં સપ્લાય કર્યાની ચર્ચા છે.
વોન્ટેડ આરોપીઓ
કિરણ ઉર્ફે કિરણ બોરખડી મણીલાલ ચૌધરી (રહે.,ભાટી ફળિયું, બોરખડી ગામ, તા.વ્યારા) (દારૂના ધંધાનો મુખ્ય આરોપી, લિસ્ટેટ બુટલેગર), મુકેશ ઉર્ફે મુન્નો અશ્વિન ગામીત (રહે.,ટીચકપુરા, તા.વ્યારા, જિ.તાપી)(દારૂના ધંધાનો ભાગીદાર, લિસ્ટેટ બુટલેગર), સોહમ ઉર્ફે સની કિશોર પટેલ (રહે.,ચલથાણ)(દારૂના ધંધાનો ભાગીદાર મુખ્ય આરોપી) તેમજ દારૂનો જથ્થો મંગાવનારાઓમાં વિજય ફ્રૂટ ઉર્ફે વિજય સાયણ (રહે.,સાયણ), મનીષ મારવાડી, પીન સાયણ, કોસંબા ખાતે રહેતો મહેન્દ્ર, રીયાઝ, MJ, ફજલ મુલતાની, હેમંત, પિન્કલ, રાતુ, પાંડુ, ભાવીન ડી.એન.એ., દારૂના ધંધાની ઉઘરાણી કરનાર જીત ચૌધરી, ટ્રક કન્ટેનર નં.(RJ-14-GP-6870)નો ચાલક, માલિક તથા આ કન્ટેનરમાં દારૂનો જથ્થો ભરી મોકલનાર