Sports

ઓસ્ટ્રેલિયાએ WTC ટ્રોફી જીતી, ICC ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની વધુ એક શરમજનક હાર

IND vs AUS WTC ફાઇનલ 2023: ઓસ્ટ્રેલિયાએ ભારતને (India) હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઇનલ જીતી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ (Australia) ભારતને 209 રને હરાવ્યું. ઓસ્ટ્રેલિયાની ટીમે તેની પ્રથમ ઇનિંગમાં 469 રન બનાવ્યા હતા. જે બાદ ભારતે પ્રથમ દાવમાં માત્ર 296 રન બનાવ્યા હતા. જેના કારણે ઓસ્ટ્રેલિયાની ટીમને 173 રનની લીડ મળી હતી. ત્યારબાદ બીજી ઈનિંગમાં ભારતીય બોલરો બિનઅસરકારક રહ્યા હતા અને ઓસ્ટ્રેલિયાએ 270 રન પર પોતાનો દાવ ડિકલેર કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઈનલ જીતવા માટે ભારતને 444 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ટીમ ઈન્ડિયા (Team India) માત્ર 234 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ઈંગ્લેન્ડમાં ફરી એકવાર ભારતીય ટીમનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. ઓસ્ટ્રેલિયાએ ઓવલમાં ભારતીય ટીમને 209 રને હરાવીને પ્રથમ વખત ટેસ્ટમાં વર્લ્ડ ચેમ્પિયન બની હતી. આ સાથે તે ODI, T20 અને ટેસ્ટ એટલે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનારી પ્રથમ ટીમ બની ગઈ છે. ભારતે અંતિમ દિવસે 5 વિકેટ બાકી રહેતા 280 રન બનાવ્યા હતા. પરંતુ વિરાટ કોહલી અને જાડેજા એક જ ઓવરમાં બોલેન્ડનો શિકાર બન્યા હતા અને તે પછી ભારતીય ક્રિકેટ ટીમનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું. છેલ્લી વખત ભારતને ન્યુઝીલેન્ડ દ્વારા ઈંગ્લેન્ડમાં જ હાર મળી હતી.

ઐતિહાસિક ટેસ્ટના ચોથા દિવસે ભારતીય ટીમે 3 વિકેટે 164 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી 44 રન બનાવીને આઉટ થયો હતો જ્યારે અજિંક્ય રહાણે 20 રન બનાવીને ક્રિઝ પર હતો. જ્યારે 5 દિવસની રમત શરૂ થઈ ત્યારે ભારતને 280 રનની જરૂર હતી, જ્યારે ઓસ્ટ્રેલિયાએ 444 રનનો વિશાળ લક્ષ્યાંક રાખ્યો હતો. છેલ્લા દિવસે સમય પુષ્કળ હતો અને ભારતની 7 વિકેટ હાથમાં હતી. એવી અપેક્ષા હતી કે ભૂતપૂર્વ કેપ્ટન અને ભૂતપૂર્વ વાઇસ-કેપ્ટન જોડી વિરાટ કોહલી અને રહાણે કાંઈક ચમત્કાર કરશે, પરંતુ તેમ થયું નહીં.

વિરાટ કોહલી અને રહાણેના આઉટ થતાં જ સપનું તૂટી ગયું
રોહિત શર્માએ ચોથી ઇનિંગમાં સારી શરૂઆત કરી હતી પરંતુ તે 43 રન બનાવીને આઉટ થયો હતો. તેની પહેલા શુભમન ગિલ એક વિવાદાસ્પદ નિર્ણયનો શિકાર બન્યો હતો. તેના ખાતામાં 18 રન હતા, જ્યારે પૂજારાએ ખરાબ શોટ રમ્યો હતો અને તે 27 રન બનાવીને આઉટ થયો હતો. આ રીતે 3 વિકેટ પડી હતી. પાંચમા દિવસે ભારતની પ્રથમ વિકેટ વિરાટ કોહલીના રૂપમાં પડી હતી. તે 49 રનના સ્કોર પર બોલેન્ડની બહાર જતા બોલ પર રમ્યો અને બીજી સ્લિપમાં સ્ટીવ સ્મિથે હવામાં ડાઇવિંગ કરીને કેચ પકડ્યો હતો. એ જ ઓવરમાં બોલેન્ડે રવિન્દ્ર જાડેજાને શૂન્યના સ્કોર પર આઉટ કર્યો હતો.

Most Popular

To Top