Vadodara

સંભવિત વાવાઝોડાને લઈ NDRFની 6 બટાલીયન અત્યાધુનિક સાધનો સાથે સજ્જ

વડોદરા : અરબી સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાત બીપરજોઈને લઈને ગુજરાતના દરિયા કાંઠાના જિલ્લાઓમાં એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે.ત્યારે સંભવત ચક્રવાતને લઈને વડોદરાના જરોદ ખાતે આવેલ NDRFની 6 બટાલીયનને પણ એલર્ટ કરી દેવામાં આવી છે.આ બટાલિયન અત્યાધુનિક સાધનો સાથે સજ્જ છે.અને ચક્રવાત અસરગ્રસ્ત વિસ્તારોમાં જવા માટે તૈયાર છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાત બીપરજોઈને લઈને ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા જિલ્લાઓના 22 જેટલા ગામો ઉપર ચક્રવાતનો ખતરો હોવાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા ચક્રવાતમાં કોઈ જાનહાની ન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યુ છે.

ત્યારે વડોદરા નજીક આવેલા જરોદ ખાતેના એનડીઆરએફના હેડ ક્વાર્ટર ખાતે પણ એનડીઆરએફની ટીમને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી હતી.જેના પગલે એનડીઆરએફની ટીમ સજ્જ થઈ ગઈ છે.જરોદ ખાતેની એનડીઆરએફ 6 બટાલિયન જિલ્લા વહીવટી તંત્ર કે રાજ્ય સરકાર અથવા તેઓના હેડ ક્વાર્ટર પૈકી જે કોઈનો મેસેજ આવશે ત્યારે ટીમ જવા માટે તૈયાર થઈ ગઈ છે.આ ટીમ દ્વારા જે તે સ્થળે જવા માટેની બસ ઉપરાંત સ્નીફર ડોગ, અંધારામાં કામ કરવા માટે બેબી જનરેટરો,રસ્તા ઉપર પડેલા વૃક્ષોને કાપવા માટેના કટરો, રબર બોટ, ટોર્ચ, દોરડું જેવા સાધનો સાથે સજ થઈ ગઈ છે. અને અમે જરૂર પડે જેતે સ્થળે પહોચવા તૈયાર છે.બિપરજોઈનું સંકટ ટળે તેવી શક્યતા છે.પરંતુ ભારે વાવાઝોડા સાથે વરસાaદ પડે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ ન હોઇ, રાજ્ય સરકાર દ્વારા તંત્રને એલર્ટ રાખવામાં આવ્યું છે.ત્યારે વડોદરા નજીક આવેલ જરોદ ખાતેના એનડીઆરએફના હેડ ક્વાર્ટરને પણ એલર્ટ રહેવાની સૂચના જારી કરી દેવામાં આવી છે.

Most Popular

To Top