વડોદરા, સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કિશનવાડી વિસ્તારમાં આવેલા બે મકાનોમાં દરોડો પાડીને 26.06 લાખનો મોટી માત્રા 26.06 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. જ્યારે મુખ્ય બૂટલેગર સહિત ત્રણ જણાને વોન્ટેડ જાહેર કર્યા છે. એસએમસીની ટીમે દરોડો પાડી આટલી મોટી માત્રામાં દારૂ પકડ્યો પરંતુ સ્થાનિક પોલીસે ઉંઘતી ઝડપાઇ હતી. પોલીસે દારૂ, રોકડ રકમ અને મોબાઇલ મળી 26.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે વારસીયા પોલીસ ઉંઘતી ઝડપાઇ હતી.
સમગ્ર શહેરમાં વિવિધ વિસ્તારોમાં દેશી સહિત વિદેશી દારૂનો જથ્થાનું બિન્દાસ્ત વેચાણ કરાઇ રહ્યું છે. પરંત સ્થાનિક પોલીસ જાણે ધૂતરાષ્ટ્રની ભૂમિક ભજવતું હોય તેમ જણાઇ રહ્યું છે. ન્યૂ વીઆઇપી રોડ પર કિશનવાડીની બાજુમાં ખોડિયાનગર ચોક વુડાના મકાનની સામે આવેલા યોગીનગર સોસાયટીના અલગ અલગ બે મકાનોમાં દારૂનો સ્ટોક કરી ત્યારબાદ તેનું વેચાણ કરાઇ રહ્યું છે તેવી બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને મળી હતી. જેના આધારે એસએમસીના પીએસઆઇ આઇ એસ રબારી તેમના ટીમના જવાનો સાથે બાતમી મુજબના મકાનોમાં દરોડો પાડ્યો હતો. જેમાં મકાનમાંથી વિદેેશી દારૂની 19267 બોટલ સાથે બે શખ્સો વસંત બલવંતરાય સૂર્વે અને ચંદ્રકાંત ચંદુ રાજપૂત મળી આવતા બંને ઝડપી પાડ્યા હતા.
જ્યારે દારૂનો જથ્થો મંગાવીની દારૂની વેચાણ કરનાર મુખ્ય બૂટલેગર આનંદ કિશન કહાર, દિલિપી સોમા માછી અને નાનક માછીને નહી મળી આવતા તેમને વોન્ટડે જાહેર કરવામાં આવ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી 26.06 લાખનો વિદેશી દારૂ, રોકડ રૂ.36 હજાર, એક મોબાઇલ મળી 26.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પો.સ્ટે. નજીક દારૂનું ધૂમ વેચાણ છતાં પોલીસ ધૃતરાષ્ટ્ર
શહેરના દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂનુ મોટી માત્રામાં વેચાણ કરાઇ રહ્યું છે. વારસીયા પોલીસ સ્ટેશનથી એક કિલોમીટરના અંતરમાં આવેલા કોટ વિસ્તારમાં સવાર અને સાંજના સમયે દારૂ લેવા માટે મેળા જેવો માહોલ જામતો હોવા છતાં સ્થાનિક પોલીસ સહિત પીસીબી અને ડીસીબી પોલીસના અધિકારીઓને દારૂનો ખુલ્લેઆમ ધમધતો દારૂનો અડ્ડો કેમ દેખાતો નથી?
સ્થાનિક એજન્સીઓને માત્ર ક્વોલિટી કેસમાં રસ?
શહેરના અલગ અલગ વિસ્તારમાં મોટા બૂટલેગરોના દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે. પરંતુ આ અડ્ડાઓ પર સ્થાનિક પોલીસ સહિતની એજન્સીઓ કેમ રેઇડ કરતી નથી. જેના કારણે સ્થાનિક બાતમીદાર દ્વારા કંટાળીને સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમી આપતા તેઓની ટીમ દરોડો પાડતી હોય છે. બહારની એજન્સીના દરોડોમાં આટલી મોટી માત્રામાં દારૂ પકડાયો તો શુ સ્થાનિક પોલીસને માત્ર ક્વોલિટી કેસ કરીને પોતાના કામગીરી બતાવવામાં રસ છે તેવું ચર્ચાઈ રહ્યું છે.
બૂટલેગરોને કોના છુપા આશિર્વાદ?
સ્ટેટ મોનિટરિંગ સેલની રેઇડ દરમિયાન મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવવો એ છુપા આશીર્વાદ વગર શક્ય નથી. બીજી તરફ મિલીભગતથી દારૂનો ધંધો બિન્દાસ્ત ધમધમતો હોય છે તો કડક છાપ ધરાવતા પોલીસ કમિશનર તેમની સામે કાર્યવાહી હાથ ધરશેે?