National

મુંબઈમાં લિવ-ઈન પાર્ટનરની હત્યા: મશીનથી લાશના ટુકડા કર્યા, કૂકરમાં ઉકાળ્યા…

મુંબઈ: દિલ્હીમાં શ્રદ્ધા મર્ડર કેસ જેવો જ એક કિસ્સો મુંબઈથી સામે આવ્યો છે. અહીં લિવ-ઈનમાં રહેતા વ્યક્તિએ તેની ગર્લફ્રેન્ડની હત્યા કરી અને મૃતદેહના વૃક્ષ કાપવાના મશીન વડે ટુકડા કરી નાખ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે મૃતદેહના ટુકડાને પ્રેશર કુકરમાં ઉકાળતો હતો. જેથી તેમાંથી દુર્ગંધ ન આવે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની પૂછપરછ હાથ ધરી છે.

આ મામલો મુંબઈના મીરા રોડ પર સ્થિત નયા નગર પોલીસ સ્ટેશન વિસ્તારની ગીતા-આકાશદીપ સોસાયટીનો છે. 56 વર્ષીય મનોજ સાહની તેની લિવ-ઈન પાર્ટનર 36 વર્ષીય સરસ્વતી વૈદ્ય સાથે સોસાયટીના 7માં માળે ઘણા સમયથી રહેતો હતો.

આ કેસની માહિતી મળતાં જ નયા નગર પોલીસ સ્ટેશન મનોજના ફ્લેટ પર પહોંચી અને મનોજનો દરવાજો ખટખટાવ્યો. ગેટ ખોલ્યા બાદ પોલીસ અંદર પહોંચતા તીવ્ર ગંધ આવી હતી. તપાસમાં પોલીસને મહિલાની લાશના ટુકડાઓમાં ઘરમાંથી મળી આવ્યા હતા. આ જોઈને પોલીસ ચોંકી ગઈ હતી. મનોજની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછમાં તેણે કહ્યું કે ડેડ બોડી તેની લિવ-ઈન પાર્ટનર સરસ્વતીની છે.

લાશના ટુકડાને કુકરમાં બાફ્યા
પોલીસનું કહેવું છે કે મનોજ અને સરસ્વતી વચ્ચે કોઈ મુદ્દાને લઈને ઝઘડો થયો હતો. ગુસ્સામાં મનોજે લિવ ઇન પાર્ટનરની હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ તે બજારમાંથી વૃક્ષ કાપવાનું મશીન લાવ્યો. ફ્લેટમાં પાછા આવ્યા બાદ મૃતદેહના અનેક ટુકડા કર્યા હતા. પોલીસને જાણવા મળ્યું છે કે તેણે પ્રેશર કુકરમાં મૃતદેહના કેટલાય ટુકડા ઉકાળી લીધા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, તેણે પુરાવાનો નાશ કરવા અને દુર્ગંધ દૂર કરવા માટે આવું કર્યું હોઈ શકે છે.

હત્યા 3-4 દિવસ પહેલા કરવામાં આવી હતી
પોલીસનું કહેવું છે કે હત્યા 3-4 દિવસ પહેલા થઈ હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં, મૃતદેહના ટુકડાઓ એકત્ર કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. ફોરેન્સિક ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી. ફ્લેટમાંથી અન્ય પુરાવા પણ એકત્ર કરવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ વધુ માહિતી બહાર આવશે. પોલીસનું કહેવું છે કે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. ફ્લેટ સીલ કરવામાં આવ્યો છે.

પોલીસને લાશના 12થી 13 ટુકડા મળી આવ્યા હતા
પોલીસને મનોજના ફ્લેટમાંથી મૃતદેહોના 12-13 ટુકડા જ મળ્યા હતા. મનોજ આ ટુકડાઓને ઉકાળીને પેકેટમાં ભરીને રાખતો હતો. બાકીના કેટલાક ટુકડાઓનો નિકાલ થઈ ચૂક્યો છે. દરમિયાન પોલીસે આરોપીની ધરપકડ કરી છે. તેને ગુરુવારે થાણેમાં રજૂ કરવામાં આવનાર છે.

મનોજ બોરીવલીમાં દુકાન ચલાવે છે
ડીસીપી જયંત બજબલેનું કહેવું છે કે લિવ ઇન પાર્ટનરની હત્યાનો મામલો સામે આવ્યો છે. જ્યારે ઘરમાંથી દુર્ગંધ આવતી હોવાનું બહાર આવ્યું છે. મહિલાના શરીરના ટુકડા મળી આવ્યા છે. આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તેની પૂછપરછ ચાલી રહી છે. આરોપી મનોજ બોરીવલી વિસ્તારમાં દુકાન ચલાવે છે. તે કોની દુકાન છે તેની તપાસ કરવામાં આવી રહી છે. મનોજ વિશે વધુ માહિતી મેળવવામાં આવી રહી છે.

Most Popular

To Top