World

વિશ્વનું એક વિચિત્ર ગામ, જ્યાં બધા જ લોકો અંધ છે, જન્મ સાથે જ બાળકો આંખો ગુમાવે છે!

મેક્સિકો : રહસ્યોથી ભરેલી આ દુનિયામાં કંઈપણ થઈ શકે છે. જો તમને કહેવામાં આવે કે આ દુનિયામાં એક એવું ગામ છે જેને ‘પ્રજ્ઞાચક્ષુઓનું ગામ’ (BlindVillageInMexico) તરીકે પણ ઓળખવામાં આવે છે. સાંભળીને આશ્ચર્ય પામવાની જરૂર નથી. કારણ કે આ વિચિત્ર ગામમાં માણસોથી લઈને જાનવરો સુધી બધા જ અંધ છે.

રહસ્યોથી ભરેલી આ દુનિયામાં ઘણી એવી વસ્તુઓ છે. જેના પર વિશ્વાસ કરવો ખૂબ જ મુશ્કેલ છે. જો તમને કહેવામાં આવે કે આ દુનિયામાં એક એવું ગામ છે, જ્યાં દરેક બાળક જન્મ્યા પછી અંધ બની જાય છે, તો તમને વિશ્વાસ જ નહીં આવે, પરંતુ એક ડગલું આગળ વધીને જો તમને કહેવામાં આવે કે આ ગામનું દરેક બાળક જ નહીં દરેક પ્રાણી અંધ છે તો તમને આ વાત વધુ વિચિત્ર લાગશે. તમને નવાઈ લાગશે પણ આ વાત એકદમ સાચી છે. મેક્સિકોમાં એક એવું ગામ છે જ્યાં જન્મતું દરેક બાળક અંધ હોય છે.

આ વાત ખૂબ જ ચોંકાવનારી છે, પરંતુ મેક્સિકોના તિલ્ટેપક ગામમાં રહેતી જનજાતિનો દરેક સભ્ય અંધ છે. તે વિશ્વના રહસ્યમય ગામોની યાદીમાં સામેલ છે. અહીં બાળકનો જન્મ થાય છે. ત્યારે તેની આંખો સારી હોય છે. પરંતુ ધીરે ધીરે તેની આંખોની રોશની જતી રહે છે અને અંતે તે અંધ બની જાય છે.

તિલટેપક ગામની આદિજાતિના વડીલો જણાવે છે કે આ ગામમાં એક શ્રાપિત વૃક્ષ છે. જે આ અંધત્વનું કારણ છે. લાવાઝુએલા નામના આ વૃક્ષને જોયા બાદ માત્ર લોકો જ નહીં પરંતુ પ્રાણીઓ પણ આંધળા થઈ જાય છે. જો કે, આ માત્ર એક અંધશ્રદ્ધા છે. સ્થાનિક લોકો ઉપરાંત વૈજ્ઞાનિકો અહીં અંધત્વનું કારણ કંઈક બીજું માને છે.

શું કહે છે વૈજ્ઞાનિકો?
સ્થાનિક લોકો ઉપરાંત વૈજ્ઞાનિકોનું માનવું છે કે અહીં એક ખાસ પ્રજાતિની ઝેરી માખી જોવા મળે છે, જેના કરડવાથી અહીંના લોકો ધીરે ધીરે અંધ થઈ જાય છે અને આ માખી પ્રાણીઓના અંધત્વનું કારણ પણ બની જાય છે. મેક્સિકન સરકારે અહીંના લોકોના કલ્યાણ માટે ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ ગયા.

તિલ્ટેપક ગામમાં રહેતા આદિવાસીઓને અન્ય સ્થળોએ પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા પરંતુ પ્રતિકૂળ વાતાવરણને કારણે લોકોને નવી જગ્યાએ રહેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હાલ તેઓને તેમની હાલત પર છોડી દેવામાં આવ્યા છે.

Most Popular

To Top