વડોદરા: વડોદરા શહેર મા બે દિવસ પહેલાજ વાવાઝોડું ત્રાટક્યું હતું. માત્ર 20 મિનિટ મા શહેર ના લોકો ને ભયભીત કરી નાખ્યા હતા ત્યાં ફરી આગામી 12 થી 14 જૂન વડોદરા સહિત ગુજરાત ને ફરી વાવાઝોડા નો સામનો કરવો પડશે તેમ લાગે છે. હવામાન વિભાગે અને અંબાલાલે ડરામણી આગાહી કરી છે કે 50 થી 100 કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાશે. 13 અને 14, જૂન ગુજરાત માટે ખતરા રૂપ હોવાનું માનવામાં આવે છે જો વાવાજોડું પાકિસ્તાન ના કરાચી પણ ફટાય જઈ શકે છે. 13 જૂન ના રોજ વાવાજોડું ગુજરાત ના દરિયા કિનારા ની આસપાસ થી પસાર થવાની સંભાવના છે.ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી એવા અંબાલાલ પટેલે ફરી એકવાર વાવાઝોડાની સાથે સાથે ભારે થી અતિભારે વરસાદની પણ આગાહી વ્યક્ત કરી છે. તો બીજી બાજુ હવામાન વિભાગે પણ ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડે તેવી આગાહી વ્યક્ત કરી છે. તેઓના કહેવા પ્રમાણે અરબ સાગરમાં હાલ સાયક્લોનીક સર્ક્યુલેશન ઉદભવી રહી છે.
જેના લીધે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ પૂર્વીય અરબ સાગરમાં તારીખ 5 ના રોજ સાયક્લોનિક સર્ક્યુલેશન બને તેવી સંભવનાઓ રહેલી છે. આની સાથે જ તારીખ 7 જૂનની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન એ લો પ્રેશર માં રૂપાંતરિત થાય તેવી શક્યતાઓ રહેલી છે. જેને લીધે દક્ષિણ સૌરાષ્ટ્ર ના અનેક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના પણ અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે થી અતિ ભારે વરસાદ થવાની સંભવનાઓ રહેલી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તારીખ 7 થી લઈને 11 જૂન વચ્ચે અમુક જિલ્લાઓમા ભારે અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ રહેલી છે. હાલ ચોમાસુ અત્યારે લક્ષદ્વીપ અને માલદીવ પર પહોંચ્યુ છે. તે થોડાક જ સમયમાં કેરળ પહોંચી જશે. આની સાથે જ કેરળ પછી તે ચોમાસુ મહારાષ્ટ્ર અને તે પછી ગુજરાત પહોચી જશે.