નવી દિલ્હી: કાઇરાઇજિપ્તની સરહદ નજીક રેગિસ્તાનમાં ડ્રગ-તસ્કરો (Drug-traffickers) સામેની કાર્યવાહી દરમિયાન ઇજિપ્ત પોલીસનો (Police) યુનિફોર્મ પહેરેલા એક બંદૂકધારીએ અંધાધૂંધ ગોળીબાર (Firing) કરીને ત્રણ ઇઝરાયેલી સૈનિકોની હત્યા (Murder) કરી નાખી હતી. એમ ઇઝરાયેલી સૈનાએ કહ્યું હતું. નેગેવ રણમાં ઇઝરાયેલ અને ઇજિપ્ત વચ્ચેની સરહદની વાડ નિત્ઝાનાથી લગભગ 30 કિમી દક્ષિણે છે. 3 જૂન 2023 ના રોજ પ્રકાશિત અહેવાલ મુજબ, ઇજિપ્તની સરહદ નજીક ઇજિપ્તની પોલીસ યુનિફોર્મ પહેરેલા બંદૂકધારીએ ગોળીબાર કર્યા પછી ત્રણ ઇઝરાયેલી સૈનિકો માર્યા ગયા હતા.
- ડ્રગ તસ્કરોની કાર્યવાહી દરમ્યાન બનેલી ઘટના, હુમલાખોરે ઇજિપ્ત પોલીસનો યુનિફોર્મ પહેર્યો હતો
- ઇજિપ્તના એક પોલીસ અધિકારીનું પણ મોત, હુમલાખોર ઇજિપ્ત પોલીસનો કર્મચારી જ હોવાની શક્યતા
ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે, શનિવારે વહેલી સવારે ઇજિપ્તની સરહદ પર એક સૈન્ય ચોકી સુરક્ષિત કરતી વખતે ઇજિપ્તના એક પોલીસકર્મીએ બે સૈનિકોને ગોળી મારીને હત્યા કરી નાખી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે ઇજિપ્તના અધિકારી અને ત્રીજો ઇઝરાયેલ સૈનિક કલાકો પછી ઇઝરાયેલી પ્રદેશની અંદર અથડામણમાં માર્યા ગયા હતા. એક નિવેદનમાં જણાવાયું છે કે, ”સુરક્ષા દળોના એક સભ્યએ … ડ્રગના દાણચોરોનો પીછો કર્યો. પીછો કરવા દરમિયાન સુરક્ષા એજન્ટ સુરક્ષા વાડ (સરહદ) ઓળંગી ગયો હતો.” અને સામસામે ગોળીબાર શરૂ થયો હતો.”
આ ઘટના ઇઝરાયલ અને ઇજિપ્તની વચ્ચે નિત્ઝાના અને અલ-અવજા બોર્ડર ક્રોસિંગ નજીક બની હતી, તેના દક્ષિણપૂર્વમાં 40કિમી (25 માઇલ) દૂર, જ્યાં ઇજિપ્ત અને ગાઝા પટ્ટી સાથે ઇઝરાયેલની સરહદ એકીકૃત થાય છે. તેનો ઉપયોગ ઇઝરાયેલ અથવા ગાઝા પટ્ટી માટે નિર્ધારિત ઇજિપ્તમાંથી માલ આયાત કરવા માટે થાય છે. બે સૈનિકો તેમના રેડિયોને પ્રતિસાદ આપવામાં નિષ્ફળ ગયા પછી ઇઝરાયેલી લશ્કરી ચોકી પર મૃત મળી આવ્યા હતા. ઈઝરાયેલની સેનાએ કહ્યું કે, માર્યા ગયેલા સૈનિકોમાં એક મહિલા છે. ચોથો સૈનિક થોડો ઘાયલ થયો હતો અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.