SURAT

પોલીસના નામે ફેક ID બનાવી યુવતીના ફોટો અપલોડ કરી બિભત્સ લખાણ લખનાર રત્નકલાકાર પકડાયો

સુરત: (Surat) ગોડાદરા ખાતે રહેતી યુવતીના ઇન્સ્ટાગ્રામ આઈડી પર ગુજરાત પોલીસના (Gujarat Police) ફેક ઇન્સ્ટાગ્રામ (Instagram) આઈડી પરથી રિકવેસ્ટ આવી હતી. બાદમાં યુવતીના ફોટો અપલોડ કરી બિભત્સ લખાણ લખી મેસેજ કરતા યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ગોડાદરા પોલીસે તપાસ હાથ ધરીને રત્નકલાકારની (Diamond Worker) ધરપકડ કરી છે.

  • ગુજરાત પોલીસના નામે ફેક આઈડી બનાવી યુવતીના ફોટો અપલોડ કરી બિભત્સ લખાણ લખનાર રત્નકલાકારની ધરપકડ
  • ગોડાદરા ખાતે રહેતી યુવતીના ઇન્સ્ટાગ્રામ આઈડી પર ગુજરાત પોલીસના ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી રિકવેસ્ટ આવી હતી

ગોડાદરા ખાતે આસપાસ મંદિર પાસે રહેતી 18 વર્ષની કાવ્યા (નામ બદલ્યું છે) એ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ગત એપ્રિલમાં ફરિયાદ નોંધાવી હતી. કાવ્યા પોતે વરાછા મીની બજારમાં ડાયમંડ કંપનીમાં કામ કરે છે. કાવ્યા ઇન્સ્ટાગ્રામ ઉપર આઈડી ધરાવે છે. ગત 22 માર્ચે રાત્રે કાવ્યાએ તેનું ઇન્સ્ટાગ્રામ એપ્લીકેશન ઓપન કરતા ગુજરાત.પોલીસ.05 નામની આઈડી પરથી ફોલો રીકવેસ્ટ આવી હતી. કાવ્યાએ આ રિકવેસ્ટ એક્સેપ્ટ કરતા આ આઈડી ધારકે તેને અભદ્ર ભાષામાં મેસેજ કર્યા હતા.

બાદમાં કાવ્યાના ફોટો મેળવી લઈને તેની ગુજરાત પોલીસની આઈડીમાં અપલોડ કરી સ્ટોરી બનાવી બિભત્સ લખાણ લખ્યું હતું. પરંતુ કાવ્યાએ ગભરાઈને ઘરમાં જાણ કરી નહોતી. અને પછી ત્રણેક દિવસ આ અજાણ્યો કાવ્યાના ફોટો અપલોડ કરી જાહેરમાં મુકયો હતો. કાવ્યાએ તેની મિત્ર સાથે વાત કરતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં ગોડાદરા પોલીસે ગઈકાલે રત્નકલાકાર ભરતકુમાર ભલાભાઇ ચાવડા (ઉ.વ.૨૬, રહે. મકાન નં.૧૦૦,વિક્રમનગર સોસાયટી વિ-૪, પુણાગામ, સુરત મુળગામ- બાસપા તા.સમી જી. પાટણ તથા ગામ- પાટણા તા.ગઢડા જી. બોટાદ) ની ધરપકડ કરી છે.

દિલ્હીમાં સાક્ષીની હત્યા કરનારાને ફાંસી આપો: એબીવીપી
સુરત: દેશની રાજધાની દિલ્હીમાં સગીર હિંદુ બાળકી સાક્ષીની ઘાતકી હત્યા કરનારા હત્યારા સાહિલ સરફરાજને ફાંસી થાય એવી માંગ સુરત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે કરી છે. એટલું જ નહીં, એવીબીવીના કાર્યકર્તાએ આરોપી સાહિલ સરફરાજના પૂતળાનું દહન પણ કર્યું હતું.

ગત 29મી મેએ દિલ્હીની શાહબાદ ડેરીમાં સગીર બાળકી સાક્ષીની હત્યા કરવામાં આવી હતી. આ પછી દિલ્હી પોલીસે બાળકીની હત્યા કરનારા હત્યારા સાહિલ સરફરાજને ઉત્તર પ્રદેશના બુલંદ શહેરમાંથી પકડી પાડ્યો હતો. આ આરોપી સરફરાજ સામે કડક કાર્યવાહી થાય એવી માંગ સાથે સુરત એબીવીપી મેદાનમાં ઊતરી છે. ઘટનાને લઈ એબીવીપીએ અણુવ્રત દ્વાર પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદેશ કાર્યકારી સભ્ય મૈત્રી ગજેરાએ કહ્યું હતું કે દિલ્હીમાં જે ઘટના બની છે તે ખૂબ જ દુઃખદ છે. સાહિલને ફાંસીની સજા આપવી જોઈએ, જેથી કરીને આવ કૃત્ય કોઈ કરવાની હિંમત ન કરે. આખો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવો જોઇએ અને સાહિલને ફાંસીની સજા આપવી જોઇએ. જો ભોગ બનનારા પરિવારને ઝડપથી ન્યાય નહીં મળે તો દેશભરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સુરત સહિત દેશભરમાં ઉગ્ર આંદોલન કરશે. અહીં એબીવીપીના કાર્યકર્તાઓએ અણુવ્રત દ્વાર ખાતે મોટી સંખ્યામાં યુવક-યુવતીઓએ એકત્રિત થઈને સાહિલના પૂતળાનું દહન કર્યું હતું. આવી જેહાદી માનસિકતા ધરાવનારાઓ સામે કાયદેસરના પગલાં ઝડપથી લેવાની પણ માંગ કરવામાં આવી હતી.

Most Popular

To Top