Charchapatra

ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ

દરરોજ કોઈ ને કોઈ જગ્યાએ ખાદ્ય પદાર્થોમાં રેડ પડે છે. ખાદ્ય માટે અયોગ્ય એવા પદાર્થ પુરવાર થાય છે. એક તરફ આઈસગોળો, આઈસ્ક્રીમ, પનીર સહિત અનેક વસ્તુ ખાવા માટે લાઈન લાગે છે, એમાં અમુક પ્રકારનાં રસાયણ-ઓઈલ વપરાતાં હોય છે. આને સાંખી ન લેવું જોઈએ. માણસના શરીર સાથે ચેડાં ન થાય. આપણને છાપા દ્વારા ખબર પડે છે ત્યારે પગ નીચેથી જમીન ખસી ગયાનું લાગે છે. આવી તો કેટલીક વસ્તુ હશે જે ખરેખર આરોગવા માટે અયોગ્ય હશે. ચીઝ પણ ડુપ્લીકેટ આવે છે. આપણે હકીકત જાણીએ ત્યારે તેના બનાવનારા કરોડપતિ બની ગયા હોય છે. દરેક વસ્તુનું ફુડ ડિપાર્ટમેન્ટ વડે ચેકીંગ થવું જોઈએ. દરેક ખાદ્ય પદાર્થની એકસ્પાયર ડેઈટ હોવી જોઈએ. પછી એ બિસ્કીટ હોય, ચોકલેટ હોય કે વેફર હોય. પાણીની પેક બોટલમાં પણ ઘણી વાર ગોટાળા હોય એવું અનુભવ્યું છે. આવો વેપાર કરનારાઓને જડમૂળથી સાફ કરીને તાળાં મારી દેવાં જોઈએ.
સુરત     – તુષાર શાહ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

માનવી માનવ થાઉં તો ઘણું
આપણા દેશની સુરક્ષા માટે 1530 મહિલા જવાનો જે પોતાનું ઘર, નાનાં બાળકો છોડીને દેશસેવા કરે છે ત્યારે સંવેદના થવી જોઈએ કે શું  પ્રાણથી પ્યારા બાળકને વ્હાલ કરવાનું છોડી દેશસેવા માટે જાય છે તે મા અને મા વિનાના બાળકની કેવી વેદના હશે?! હવે ધીરે ધીરે દેશપ્રેમ વિસરાઈ રહ્યો છે અને લક્ષ્મીપ્રેમ વધી રહ્યો છે. લક્ષ્મીવાન થવા માટે ભેળસેળ, લૂંટફાટ, ખૂન-ખરાબા ત્યારે સંવેદના જેવું આવું કૃત્ય કરનારનાં દિલમાં નથી હોતું. પૈસો જરૂરી છે, પરંતુ તેને કેન્દ્રસ્થાને ન રાખી શકાય. પછી ભલે ને ધંધો હોય કે રાજકારણ કે નોકરી હોય.

રહેવા માટે ઘરની જરૂરિયાત છે પરંતુ તેમાં ટોયલેટ-બાથ. બેઠક રૂમમાં ન રખાય. સત્ય તો એ છે કે ખરાબ કર્મનું ફળ દરેકે ભોગવવું જ પડે છે. ભલે તે ભિષ્મપિતા હોય, આતંકવાદને પોષનાર દેશની હાલમાં હાલત કેવી છે જોઈ શકાય છે. બીજાનું દુ:ખ જોઈને આપણા દિલમાં દુ:ખ ન થાય તો આપણે માનવ નથી, માનવી છીએ.માનવી માનવ થાઉં તો ઘણું (દર્પણ પૂર્તિ 17મે નું મુખપૃષ્ઠ અને એક ચપટી સિંદુર… !!)
અમરોલી – બળવંત ટેલર -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top