વડોદરા: આગામી 31 મેના રોજ વર્લ્ડ ટોબેકો ડેની ઉજવણીના ભાગરૂપે રવિવાના રોજ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ અને સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના સંયુક્ત ઉપક્રમે મિની મેરેથોન દોડનું આયોજન કરાયું હતું. વડોદરા શહેર મે.પોલીસ કમિશનર અને અધિક પોલીસ કમિશનરના માર્ગદર્શન મુજબ ડી.સી.પી ઝોન- 3ના અધ્યક્ષપણા હેઠળ યોજાયેલી મેરેથોનમાં હેડ ક્વાટર ખાતે તાલીમ લઈ રહેલા પોલીસ કર્મચારીઓને હાજર રાખવામાં આવ્યા હતા ઉપરાંત SHE ટીમ અને એસઓજી શાખાના પોલીસ સ્ટાફને પણ હાજર રખાયા હતા. આ દોડમાં ભાગ લેનાર તમામ દોડવીરો, મહિલાઓ, બાળકોને SHE ટીમની કામગીરી, SHE ટીમ એપ્લિકેશન, e FIR અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડ્રગ્સના સેવનથી દૂર રહેવા અને વ્યસન મુક્ત રહેવા આહવાન પણ કરવામાં આવ્યું હતું.