IIFA-2023 : જાણીતા સંગીતકાર (Musician) એઆર રહેમાન (AR Rahman) તાજેતરમાં અબુ ધાબીમાં (Abu Dhabi) ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી (IIFA-2023) એવોર્ડ્સમાં હાજરી આપી હતી, જ્યાં પ્રતિભાશાળી વ્યક્તિઓ માટે તેમનો ટેકો દર્શાવ્યો હતો. એઆર રહેમાને કહ્યું કે ભારતીય કલાકારોએ વૈશ્વિક મંચ પર ભારતીય સંગીતને લોકપ્રિય બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમણે કહ્યું હતું કે ભારતીય સંગીતકાર ક્યારે પણ બીજા કોઈ કલાકારની નકલ કરતા નથી.
આ વર્ષે ઓસ્કાર જીતનાર RRR ના નાટુ નાટુએ ઈતિહાસ રચ્યો છે. સંગીત ઉસ્તાદ એ.આર. રહેમાનને નાટુ નાટુ ઓસ્કાર જીતવા વિશે પૂછવામાં આવ્યું હતુ. ત્યારે તેમણે કહ્યુ હુત કે વર્ષ 2023 ભારતીય સંગીત ઉદ્યોગ માટે હંમેશા ખાસ રહેશે કારણકે RRR ના નાટુ નાટુએ ઈતિહાસ રચ્યો છે. અગાઉ એપ્રિલ મહિનામાં દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રી પાર્ક જિન એ વાત કરી હતી કે કેવી રીતે દક્ષિણ કોરિયાના લોકો ‘નાટુ નાટુ’ના ચાહક છે.
કોરિયન એમ્બેસીએ ‘નાટુ નાટુ’ અને આ RRR ફિલ્મ પર…
એઆર રહેમાને વધુ કહ્યું કે હું ખૂબ જ ખુશ છું કે અમારી કોરિયન એમ્બેસીએ ‘નાટુ નાટુ’ અને આ RRR ફિલ્મ પર વિશેષ ધ્યાન આપ્યું છે. અને ભારતીય જનતાની સામે અમારું સંગીત, ગાયન અને નૃત્ય પ્રદર્શિત કર્યું છે, જે મને લાગે છે કે એકબીજાથી પુરક છે.
એવા ગાયકો છે જે ક્યારે બીજાની નકલ કરતા નથી : એઆર રહેમાન
દીગ્ગજ સંગીતકાર એઆર રહેમાનને જ્યારે પૂછવામાં આવ્યું કે તેમને ભારતમાંથી તમારૂ કોઈ મનપસંદ ગાયક છે? ત્યારે આ પ્રશ્નના જવાબમાં એઆર રહેમાનને કહ્યું કે ભારતમાં ઘણા એવા ગાયકો છે કે જેમની પોતાની અલગ ઓળખ છે. ઘણા એવા પણ ગાયકો છે કે જે ક્યારે પણ કોઈ બીજા ગાયકની નકલ કરતા નથી. આ એક સુંદર નવો યુગ છે, જ્યાં આ તેજસ્વી દિમાગને સશક્ત કરવામાં આવે છે.
એઆર રહેમાને પુરસ્કાર પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા
એઆર રહેમાને પોતાની કારકિર્દી દરમિયાન ભારતીય સંગીત ઉદ્યોગમાં તેમને અસાધારણ યોગદાન માટે અસંખ્ય પ્રશંસા પ્રાપ્ત થઈ છે. એઆર રહેમાને છ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો, એક ગોલ્ડન ગ્લોબ પુરસ્કાર, બાફ્ટા પુરસ્કાર, બે ગ્રેમી પુરસ્કારો, બે એકેડેમી પુરસ્કારો, 15 ફિલ્મફેર પુરસ્કારો અને એવા અન્ય ઘણા પુરસ્કારો મળેલા છે. એઆર રહેમાને 2010માં ભારતના ત્રીજા-સૌથી ઉચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. હાલમાં AR રહેમાન ધનુષની આગામી ફિલ્મ D50 માટે સંગીત કંપોઝ કરી રહ્યા છે.