Gujarat

ગુજરાતમાંથી અલકાયદાને થયેલું ફંડિંગ બાગ્લાદેશ ટ્રાન્સફર કરાયું

ગાંધીનગર : ગુજરાતમાં (Gujarat) અલ કાયદા (Al Qaeda) ત્રાસવાદી નેટવર્કનો પર્દાફાશ થયા બાદ હવે ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. ગુજરાતમાંથી અલ કાયદાના જેહાદીઓએ મોટુ નાણાકીય ભંડોળ બાંગ્લાદેશ (Bangladesh) પહોંચાડી દીધુ છે. જેમાં બેંક (Bank) દ્વારા તેમજ હવાલાથી આ નાણા ટ્રાન્સફર કરી દીધા છે. એટીએસની ટીમ દ્વારા ગઈકાલે ઝડપાયેલા ચાર જેહાદીઓની પૂછપરછ દરમ્યાન મળેલી માહિતીના પગલે અમદાવાદના કાલુપુરમાંથી વધુ એક જેહાદી મોમિનુલ ઉર્ફે અબ્લુદ લતીફની ધરપકડ કરી લીધી છે.

એટીએસની ટીમ દ્વારા ગઈકાલે ત્રણ જેહાદીઓની ધરપકડ કરી લેવાઈ હતી. જેમાં મોહમ્મદ સોજીબમિયા, મુન્ના ખાલિદ અંસારી ઉર્ફે મોઝ ઈબ્ન ઝબાલ ઉર્ફે મુન્નાખાન, અઝારૂલ ઈસ્લામ કફિલુદ્દિન અંસારી ઉર્ફે જહાંગીર ઉર્ફે આકાશખાનનો સમાવેશ થાય છે.અત્યાર સુધીમાં કુલ ચાર જેહાદીઓની ધરપકડ કરી લેવાઈ છે. આ ધરપકડ કરાયેલા જેહાદીઓ બાંગ્લાદેશની બોર્ડરથી ગુજરાતમાં ગેરકાયદે ધુસ્યા છે. રાજયમાં રથયાત્રા નજીક આવી રહી છે ત્યારે અલ કાયદાના જેહાદીઓની ધરપકડ એકદમ સૂચક મનાય છે.

એટીએસના ટોચના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે , અલ કાયદાના નેટવર્ક દ્વારા ભારતમાં જેહાદી પ્રવૃત્તિઓનો વ્યાપ વધારવાનો પ્રયાસ કરાઈ રહયો છે. આ ઉપરાંત યુવાઓની સહાનુભૂતિ મેળવીને આતંકવાદી પ્રવૃત્તિઓમાં ભરતી કરવાનો પ્રયાસ પણ થઈ રહયો છે. ખાસ કરીને અલ કાયદા માટે નાણાકીય ભંડોળ એકત્ર કરવાની પ્રવૃત્તિ પણ ચાલી રહી છે, અઝરૂલ ઈસ્લામ અને મુન્ના ખાલિદ દ્વારા બોગસ આધાર કાર્ડ તથા પાન કાર્ડની મદદ વડે બેંકિંગ ચેનલ તથા હવાલાથી મોટી રકમ પણ બાંગ્લાદેશમાં ટ્રાન્સફર કરાઈ છે. એટીએસને મળેલી માહિતી મુજબ, ભારતની અંદર એલ કાયદાના જુદા જુદા મોડયુલ કાર્યરત છે.

Most Popular

To Top