Business

કેન્દ્રના વટહુકમ સામેની લડાઈમાં કેજરીવાલને મમતા બેનર્જીનો ટેકો

કોલકાતા: પશ્ચિમ બંગાળના (West bangal) મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે દિલ્હીના (Delhi) તેમના સમકક્ષ અરવિંદ કેજરીવાલને ખાતરી આપી હતી કે દિલ્હી (Delhi) રાજ્યમાં અમલદારોની નિમણૂકો અને સ્થળાંતરણને નિયંત્રિત કરવા માટેના કેન્દ્રીય વટહુકમ સામેની તેમની લડતમાં તેમનો પક્ષ તેમને ટેકો આપશે. દિલ્હીમાં સેવાઓના નિયંત્રણ અંગેના કેન્દ્રના વટહુકમ સામેની તેમની લડતને સમર્થન મેળવવા કેજરીવાલ તેમના પક્ષના સાથી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે દેશવ્યાપી પ્રવાસ પર છે, તેમણે રાજ્યમાં મમતા બેનર્જી સાથે અહીં લગભગ એક કલાક લાંબી બેઠક યોજી હતી.

  • દિલ્હીના મુખ્યમંત્રી કોલકાતામાં બંગાળના મુખ્યમંત્રીને મળ્યા
  • દિલ્હીમાં સત્તા પર કાબૂના મામલે ટેકો મેળવવાના કેજરીવાલના વ્યાપક પ્રયાસો

કેજરીવાલે પત્રકારોને જણાવ્યું હતું કે કેન્દ્રીય વટહુકમને કાયદામાં રૂપાંતરિત કરવાના બિલ પર રાજ્યસભામાં મતદાન કરાશે તે 2024ની ચૂંટણી પહેલા સેમિ-ફાઇનલ હશે. તેમણે આરોપ લગાવ્યો કે ભગવા પાર્ટી ધારાસભ્યો ખરીદે છે, વિરોધ પક્ષોની સરકારોને તોડવા માટે સીબીઆઈ, ઈડી ઉપયોગ કરે છે’. ઉપરાંત, ‘બંગાળ અને પંજાબ’ જેવી બિન-ભાજપ સરકારોને ખલેલ પહોંચાડવા માટે રાજ્યપાલોનો ઉપયોગ કરે છે.

બેનર્જીએ પત્રકારોને કહ્યું, ‘અમે કેન્દ્રીય વટહુકમ સામેની લડાઈમાં આપને સમર્થન આપીએ છીએ, અને તમામ પક્ષોને વિનંતી કરીએ છીએ કે તેઓ ભાજપના કાયદાને (દિલ્હીમાં નિમણૂકોને નિયંત્રિત કરવા પર) મત ન આપે.’ ઉશ્કેરાયેલા ટીએમસી નેતા મમતાએ પણ કટાક્ષ કર્યો કે ‘ડબલ એન્જિન (રાજ્ય અને કેન્દ્ર બંનેમાં ભાજપનું શાસન) એક મુશ્કેલીગ્રસ્ત એન્જિન બની ગયું છે’ અને રહસ્યમય રીતે ઉમેર્યું, ‘માત્ર છ મહિનાની વાત છે (કે કેન્દ્ર સરકાર સત્તામાં રહેશે) પણ જો કોઈ ચમત્કાર થાય, તો તેઓએ તે પહેલાં પણ જવું પડશે.’

Most Popular

To Top