Entertainment

દિલ્હીથી મેરઠની વચ્ચે દોડશે રેપીડ મેટ્રો

નવી દિલ્હી : ભારતની રાજધાની દિલ્હીમાં (Delhi) નેશનલ કેપિટલ રિજન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (NCRTC) NCRમાં પ્રાદેશિક રૅપિડ ટ્રાંજીટ સિસ્ટમ નેટવર્ક બનાવવામાં આવી રહ્યું છે. દિલ્હી મેટ્રોની (Delhi Metro) વિવિધ લાઈન સાથે સંકળાઈને રેપિડ મેટ્રો ટ્રેન શરૂ થવા જઈ રહી છે. આ રેપિડ ટ્રેન સુવિધાથી સજ્જ હશે. તેમાં મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી અલગ આરક્ષિત કોચ પણ બનાવવામાં આવ્યા છે.

દિલ્હીથી મેરઠની વચ્ચે ટૂંક જ સમયમાં રેપિડ મેટ્રો ટ્રેની સેવા શરૂ થવા જઈ રહી છે. જેમાં દિલ્હી મેટ્રોની વિવિધ લાઈન સાથે સંકળાઈને કરવામાં આવશે. આ મેટ્રોની દિલ્હીથી મેરઠની લંબાઈ 82કિલોમીટર છે. જેમાં 14 કિલોમીટર દિલ્હીમાં અને 68 કિલોમટર ઉતરપ્રદેશમાં છે. આ રેપિડ મેટ્રો 60 મિનિટમાં 100 કિલોમિટરની ઝડપે દોડશે. જો દિલ્હી મેટ્રોની વાત કરવામાં આવે તો તે 80 કિલોમિટની ઝડપે દોડે છે.

દેખાવમાં બુલેટ ટ્રેન જેવી લાગે છે
આ ટ્રેનના લુકની વાત કરીએ તો ટ્રેનનો આગળનો દેખાવ બુલેટ ટ્રેન જેવો લાગે છે. જ્યારે સાઈડ પરથી જોતા તે મેટ્રો જેવો જ લાગે છે. આ રેપિડ ટ્રેનમાં ફ્રિ વાઈફાઈ, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, લગેજ સ્ટોરેજ, ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ જેવી સુવિધાઓ આપવામાં આવી છે. આ સાથે દિલ્હીથી મેરઠની વચ્ચે આ મેટ્રોમાં દરરોજ 8000,000 લોકો મુસાફરી કરશે.

એડસ્ટેબલ સીટ પણ અને મહિલાઓ માટે અલગ આરક્ષિત કોચ બનાવવામાં આવ્યો છે
આ મેટ્રોમાં 6 કોચ છે. જેમાં એડજસ્ટેબલ 2*2 સીટ આપવામાં આવી છે. તેની સાથે મહિલાઓ માટે એક અલગ કોચ પણ બનાવવામાં આવ્યો છે. મહિલાઓ માટે બનાવવામાં આવેલા કોચમાં 10-10 સીટોની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.

ઓનલાઈન અને ઓફલાઈન ટિકિટ ઉપલ્બધ
આ મેટ્રોની ટિકિટ ઓનલાઈન અને ઓફલાઈન કાઉન્ટર ઉપલ્બધ છે. આ મેટ્રોમાં સ્માર્ટ કાર્ડ, Qrકોડ ટિકિટ અને ટોકન્સનો પણ ઉપયોગ કરવામાં આવશે. આ સાથે Qrકોડ આધારીત ડિજિટલ અને પેપર ટિકિટિંગ સુવીધા પણ આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે પ્રથમ તબ્બકામાં 3 rapidx સ્ટેશનો શરૂ કરવામાં આવી રહ્યા છે. જેમાં દિલ્હી-મેરઠ, દિલ્હી-SNB-અલવર, દિલ્હી-પાનીપતનો સમાવેશ છે. આ rapidx સ્ટેશનોને મોરના પીંછાના કલરથી પ્રેરિત રંગવામાં આવ્યા છે.

Most Popular

To Top