National

ટ્વિટર પર કેમ ટ્રેન્ડ થઈ રહી છે IAS ટીના ડાબી? 50 હજારથી વધુ લોકોએ ર્ક્યુ સર્ચ

નવી દિલ્હી: ટ્વિટર (Twitter) પર દરેક દિવસે કોઈને કોઈ મુદ્દે ટ્રેન્ડ થતો રહે છે. આજે ટ્રેન્ડ થતાં અનેક મુદ્દાઓ અનેક વ્યક્તિઓના નામની વચ્ચે IAS ટીના ડાબી (IAS Tina Dabi) નું નામ પણ શામેલ છે. તેઓ રાજસ્થાનના જેસલમેર(Jaisailmer)ના ડીએમ છે. IAS ટીના ડાબી ગઈકાલથી જ ટ્વિટરના ટોપ ટ્રેન્ડમાં રહ્યા છે. IAS ટીના ડાબી સતત ચર્ચામાં રહે છે. ક્યારેક પોતાની સફળતાને લઈને તો ક્યારેક સંબંધોને લઈને. જેસલમેરના ડીએમ બન્યા પછી તેઓ અનેક નિર્ણયોના કારણે પણ ચર્ચામાં રહ્યા છે. જોકે, આજે તેમને એક વિવાદ કારણે સર્ચ કરવામાં આવી રહ્યું છે.

તેમના એક આદેશથી ચાલ્યુ બુલડોઝર
જેસલમેર રાજસ્થાનનો એવો વિસ્તાર છે. જે પાકિસ્તાનના નજીક છે. પહેલા પણ IAS ટીના ડાબીએ પાકિસ્તાનના નંબરો માટે જેસલમેરમાં જૈમર એક્ટિવેટ કરાવ્યા હતા. જેસલમેરના જિલ્લા કલેક્ટર ટીના ડાબીએ યૂઆઈટી મદદનીશ ઈજનેરના નેતૃત્વ હેઠળ પાકિસ્તાનથી આવેલા વિસ્થાપિત હિન્દુઓના ઘરો પર બુલડોઝર ચલાવવાનો આદેશ આપ્યો હતો. ટીના ડાબીના આ આદેશ પછી જેસલમેરમાં રહેતા વિસ્થાપિત હિન્દુઓના ઘરો તોડવામાં આવ્યા હતા. જેના કારણે 150થી વધુ લોકો બેઘર બન્યા હતા. જેમાં નાના બાળકો પણ શામેલ છે. તેમની પાસે હાલમાં રહેવા માટે કોઈ જ જગ્યા નથી. તેઓ હાલમાં જેસલમેરની ગરમીમાં દિવસો પસાર કરી રહ્યા છે. આ જ કારણે ટીના ડાબી ખૂબ જ ટીકા કરવામાં આવી રહી છે અને તેઓ ટ્વિટર પર ટોપ ટ્રેન્ડમાં શામેલ થઈ ગયા છે.

IAS ટીના ડાબીએ કરી બેઘર થયેલા હિન્દુ વિસ્થાપિતોની મદદ

IAS ટીના ડાબીએ વિસ્થાપિત હિન્દુઓ માટે ખાવા-પીવાની અને રહેવાની વ્યવસ્થા કરાઈ હતી. અંદાજે 50 પરિવારોના સભ્યો માટે ભોજનની સુવિધા કરવામાં આવી હતી. તેમણે આ કાર્યવાહીને લઈને કહ્યું હતું કે, અમર સાગર તળાવ ક્ષેત્રના કેચમેન્ટ વિસ્તારમાં અતિક્રમણને મંજૂરી નહીં આપી શકાય. મોટી સંખ્યામાં પાકિસ્તાની હિન્દુ વિસ્થાપિતો પ્રાઈમ લેન્ડ અને કેચમેન્ટ એરિયાની સાથે અલોટમેન્ટ લેન્ડ પર પણ રહેવા લાગ્યા હતા. તેમને હટાવવા માટે ગત એપ્રિલ મહિનામાં પણ એક્શન લેવામાં આવી હતી. તે લોકોને સમજાવવામાં આવ્યું હતું પણ લોકોએ વાત માની ન હતી. જેના કારણે ફરીથી એક્શન લેવી પડી.

ટીના ડાબીએ વધુમાં કહ્યું કે, કાર્યવાહીમાં જે પરિવારો બેઘર થયા છે. તેમના પુનર્વસન માટે જિલ્લા પ્રશાસન દ્વારા અનેક મહત્વના પગલાં લેવામાં આવ્યા છે. પાકિસ્તાન વિસ્થાપિતો સાથે પણ ચર્ચા કરવામાં આવી છે. નિશ્ચિત કરવામાં આવ્યું છે કે, જિલ્લા પ્રશાસન, યૂઆઈટી અને પાકિસ્તાની વિસ્થાપિતો સભ્યોની સંયુક્ત સર્વે ટીમ બનાવવામાં આવશે.

Most Popular

To Top