દિલ્હી : આમ આદમી પાર્ટીના (Aam Admi Party) નેતા રાઘવ ચઢ્ઢા (Raghav Chadha) અને બોલીવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાની (Parineeti Chopra) શનિવારે સગાઈ (engagement) થઈ હતી. તેમની સગાઈનો કાર્યક્રમ દિલ્હીના (Delhi) કપૂરથલામાં આવેલા રાઘવ ચઢ્ઢાના સરકારી બંગલામાં રાખવામાં આવ્યો હતો. સગાઈમાં પહેરાવવામાં આવેલી રીંગમાં રાઘવ ચઢ્ઢાની રીંગ પરિણીતીની રીંગ કરતા વધુ લાઈમલાઈટ પકડી રહી હતી.
રાઘવની સિંપલ રીંગે લોકોનું ધ્યાન પોતાની તરફ આર્કષિત કર્યું
સગાઈમાં પરિણીતીને રાઘવે ત્રણ કેરેટની ગોળ સોલેટેયર રીંગ પહેરાવી હતી. પરિણીતીની રીંગમાં હીરા જડેલા બેન્ડની ઉપર એક મોટો હીરો લગાવવામાં આવ્યો હતો. આ રીંગને અભિનેત્રી છેલ્લા ઘણા સમયથી ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. જ્યારે રાઘવ ચઢ્ઢાને કાર્ટિયર બ્રાન્ડની ક્લાસિકલ ગોલ્ડ લવ બેન્ડ રીંગ પરિણીતાએ પહેરાવી હતી. કાર્ટિયર એક ફ્રેંસ બ્રાંડ છે. જે ઘરેણા અને ઘડિયાર બનાવવા માટે ફેમસ છે. રાઘવને પહેરાવવામાં આવેલ રીંગની કિંમત લગભગ એક લાખ રૂપીયા જાણવા મળી છે. રાઘવની રીંગ સિંપલ હતી જેનાં કારણે તે લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષીત કરી રહી હતી.
સગાઈમાં કોણે કોણે હાજરી આપી હતી
રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાની સગાઈમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ તેમની પત્ની સુનિતા કેજરીવાલ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમ, આદિત્ય ઠાકરે, પંજાબના સીએમ અને તેની પત્ની, રાજીવ શુક્લા, અનુરાધા પ્રસાદ, પ્રિયંકા ચતુર્વેદી, કપિલ સિબ્બલ અને તેમની પત્ની પ્રોમિલા હાજર રહ્યા હતા. આ ઉપરાંત પરિણીતી ચોપરાની પીતરાઈ બહેન પ્રિયંકા ચોપરા પણ સગાઈમાં હાજર રહી હતી. બોલીવુડ સિંગર મીકા સિંહે પણ સગાઈમાં હાજરી આપી હતી.
રાઘવ ચઢ્ઢાએ સગાઈમાં ખાદી સિલ્ક અચકન અને સાથે મેચિંગ પેંટ પહેર્યુ હતું. જ્યારે પરિણીતીએ સોફ્ટ પિંક કૂર્તી, કશ્મીરી દોરી થી બનલો દુપ્ટ્ટો અને સાથે ટ્રાઉઝર પહેર્યુ હતું. પરિણીતી ચોપરાના કપડા ફેમસ ડિઝનર મનિષ મલ્હોત્રા ડિઝાઈન કર્યા હતાં. બંને કપલનાં કપડા એવી રીતે જ ડિઝાઈન કરવામાં આવ્યાં હતાં કે તેઓના લૂક એકબીજા સાથે કમ્પલિટ મેચ થાય. પરિણીતી અને રાઘવની સગાઈ સમારંભમાં ફૂડ મેનુનું તેનાં ભાઈઓ સહજ અને શિવાંગે ધ્યાન રાખ્યું હતું. .