Gujarat

સરકારી કર્મચારીઓ માત્ર જિઓનો નંબર વાપરી શકશે, સરકારે પરિપત્ર બહાર પાડ્યો

ગુજરાત: ગુજરાતનાં (Gujarat) સરકારી કર્મચારીઓ (Government employees) ખાનગી કંપની વીઆઈ (VI) એટલે કે વોડાફોન અને આઈડિયાનાં પોસ્ટપેડ નંબરનો ઉપયોગ કરતાં હતા ત્યારે રાજય સરકારએ એકાએક એક પરિપત્ર બહાર પાડ્યું છે અને તાત્કાલિક ધોરણે કર્મચારીઓને જીયોનો (JIO) નંબર લેવા જણાવ્યું છે. કર્મચારીઓએ આ માટે પોતાનો નંબર બદલવાની જરુર રહેશે નહિં. રાજ્યભરના સરકારી કર્મચારીઓના મોબાઈલ નંબર અગાઉ જે હોય તે રહેશે પરંતુ તેમની કંપની બદલાઈ જશે.

આ એક રૂટિન પ્રક્રિયા છે જેમાં સરકાર સમય થતાં મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર પાસેથી બીડ કરે છે. 3 નવેમ્બરે ગુજરાત સરકારે એક ટેન્ડર બહાર પાડ્યું હતું. જેમાં રિલાયન્સ જીયો ઈન્ફોકોમની પસંદગી કરવામાં આવી હતી. રિલાયન્સ જીયો ઈન્ફોકોમે અમદાવાદ દ્વારા બે વર્ષ માટે આ બીડ કરાઈ હોવાનું શરતોમાં સામેલ છે. આ પછી જીયોએ 29 એપ્રિલ 2023ના રોજ એગ્રીમેન્ટ કર્યા હતા. જીયોના મોબાઈલ નંબર વાપરવા માટે ગુજરાત રાજ્યના જાહેર વહીવટ વિભાગના એડિશનલ સેક્રેટરી જ્વલંત ત્રિવેદીએ જીયોના નંબર તાત્કાલિક અસરથી વાપરવા માટે પરિપત્ર બહાર પાડ્યો છે.

4Gનાં ભાવમાં 5Gની સુવિધા કર્મચારીઓને મળશે
સરકારી કર્મચારીઓને જીયોનો માસિક પ્લાન માત્ર 37.50 રુપિયામાં મળી રહ્યો છે. જેમાં 60 સેકન્ડની પલ્સ રેટ, મોબાઈલ ઓપરેટર કે લેન્ડલાઈન પર ફ્રી કોલિંગ, 3 હજાર SMS ફ્રીની સુવિધા મળશે. 3000 SMS પછી પ્રતિ SMSનાં 50 પૈસા ચાર્જ વસૂલવામાં આવશે. આંતરરાષ્ટ્રીય SMS પર 1.25 રુપિયા ચાર્જ લેવામાં આવશે. ખાસ વાત એ છે કે કર્મચારીઓને 4Gનાં ભાવમાં જ 5G પણ વાપરવા મળશે. સરકારી કર્મચારીઓને પ્રતિમાસ 30 GB 4G ડેટા વાપરવા મળશે. જોકે, પ્લાનમાં એડ કરવા માટે કર્મચારીઓ 25 રૂપિયા ખર્ચવા પડશે. જયારે 30 GB 5G ડેટા વાપરવા માટે પણ કર્મચારીએ 25 રૂપિયા ખર્ચવા પડશે. આ સિવાય 60 GB 4G ડેટા વાપરવા 62.50નો પ્લાન એડ કરાવવો પડશે. 4Gનો અનલિમિટેડ ડેટા પ્લાન લેવો હોય તો કર્મચારીઓ માસિક 125નો પ્લાન એડ કરાવવો પડશે. જ્યારે 60 GB 5G ડેટા વાપરવા માટે પણ કર્મચારીએ 62.50નો પ્લાન એડ કરવો પડશે. અને અનલિમિટેડ 5G ડેટા વાપરવા માટે પણ મહિનાનાં 125 રુપિયા ખર્ચવા પડશે.

Most Popular

To Top