વડોદરા: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વડોદરા શહેર અને જિલ્લાના 227 કેન્દ્રો પર યોજાયેલ પંચાયત સંવર્ગ તલાટી કમ મંત્રીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. વડોદરા શહેરના 179 અને જિલ્લામાં 48 સહિત કુલ 227 કેન્દ્રો ઉપર પરીક્ષા આપવા આવતા ઉમેદવારોનું પરીક્ષા કેન્દ્ર ખાતે પોલીસકર્મીઓ દ્વારા ચેકિંગ બાદ પ્રવેશ આપવામાં આવ્યો હતો. વડોદરા જિલ્લા કલેકટર અતુલ ગોરના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાની રાહબરી હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરીક્ષાર્થીઓને કોઈપણ અગવડતા ન પડે તે માટે શહેર જિલ્લામાં અસરકારક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી.
રવિવારે યોજાયેલી તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાઇ હતી.વડોદરા શહેર જિલ્લા મા હજારો ઉમેદવાર પરિક્ષા આપવા પહોંચ્યા હતા જેમા રાજ્યમાં અનેક કેન્દ્ર પર પરિક્ષાનું આયોજન કરવામાં આવ્યુ હતું ત્યારે વડોદરા જિલ્લામાં 227 જેટલા કેન્દ્ર પર પરીક્ષા યોજાઇ હતી . ત્યારે બીજી તરફ હાલમાં લગ્નની સીઝન પર ચાલી રહી છે. ત્યારે એક બાજુ લગ્ન અને બીજી બાજુ પરીક્ષા હોવાથી વડોદરાની યુવતી મંડપ મુહુર્ત કરીને પરિક્ષા આપવા પહોંચી હતી. મહત્વનું છે કે રાજ્યમાં તલાટી કમ તંત્રીની પરિક્ષા યોજાઇ છે. જેમાં 7 લાખથી વધુ ઉમેદવારો પરિક્ષા આપી રહ્યા છે. વડોદરામાં બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન પર ઉમેદવારોનો જમાવડો જોવા મળ્યો હતો.પરીક્ષાર્થીઓ પરીક્ષા કેન્દ્રો પર પહોંચી ગયા હતા મોટી સંખ્યામાં ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો બહાર જોવામળ્યા હતા અને પરીક્ષા કેન્દ્રો જઈ ને તલાટી ની પરીક્ષા આપી ને બહાર આવતા ખુશ મિજાજમા જોવા મળ્યા હતા.
તલાટી કમ મંત્રીની પરીક્ષામાં ઉમેદવારો માટે નવાપુરા પોલીસની સરાહનીય કામગીરી
વડોદરા : તલાટી કમ મંત્રીની રવિવારના રોજ યોજાયેલી પરીક્ષા આપવા માટે આવેલા અમદાવાદના ઉમેદવારને મોબાઇલમાંથી પ્રિન્ટ કરાવી આપી તાત્કાલીક પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ અપાવી નવાપુરા પોલીસે ઉમદા કામગીરી કરી હતી.કામગીરી બદલ સમગ્ર પોલીસ વિભાગે ગૌરવની લાગણી અનુભવી હતી. નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી બરોડા સ્કૂલમાં તલાટીની પરીક્ષા આપવા આવેલો વિદ્યાર્થી કેયુર કિરીટભાઇ મહેરિયા (રહે. સરસપુર અમદાવાદ) પરીક્ષા સેન્ટર પર ખૂબ જ ગભરાયેલ જણાતા નવાપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.એલ.આહીર તથા અ.લો.ર.સુનિલભાઈ કમજીભાઈએ તેઓની પાસે જઈને કહ્યુ કે શુ હું આપની કોઈ મદદ કરી શકુ” ?
આટલુ સાંભળતા કેયુરભાઈએ જણાવ્યું હતું કે મને મારુ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ માટે ઓરીજનલ ડોક્યુમેન્ટ્સ સાથે રાખેલ ના હોય અને 12 વાગે પ્રવેશ બંધ થઈ જશે તો મને પરીક્ષા આપવા નહી મળે. જેથી પીઆઇ સહિતના સ્ટાફે સાત્વના આપી જણાવ્યુ કે આપ ચિંતા ન કરો, આપને સમય પહેલા પરીક્ષા કેન્દ્રમાં ડોક્યુમેન્ટ્સ સાથે પહોંચાડી દઈશું. તેઓને સાથે રાખી તેઓના મોબાઈલમાંથી નજીકની ઝેરોક્ષની દુકાન પર જઈ ને તાત્કાલિક ઝેરોક્ષની કલરિંગ પ્રિન્ટ કાઢી નેમીનેશન કરાવીને પરીક્ષા કેન્દ્ર પર કલાક 11.50 વાગે પહોંચાડી દીધો હતો. જેથી તેમની કામગીરી બદલ કેયુરભાઈએ નવાપુરા પોલીસનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.