Gujarat

આવતા મહિને તલાટીની પરીક્ષાના પરિણામ આવી જશે : હસમુખ પટેલ

ગાંધીનગર: (Gandhinagar) રાજયમાં અગાઉ જુનિયર કલાર્કની પરીક્ષા (Exam) લેવાયા બાદ આજે ફરીથી મહત્વની તલાટીની પોસ્ટ માટે પરીક્ષા લેવાઈ હતી. ખાસ કરીને રાજયમાં વિના વિધ્ને તથા શાંત્તિપૂર્ણ માહોલમાં આજે પરીક્ષા લેવાઈ હતી 3437 જેટલી જગ્યાઓ માટે આ પરીક્ષા લેવાઈ હતી. પરીક્ષા આપીને બહાર આવેલા કેટલાક વિદ્યાર્થીઓનું કહેવું હતું કે , પેપર થોડુક લાબું હતું. એટલે સમય ખૂટી પડયો હતો. જો કે જેણે મહેનત કરી છે, તે પરીક્ષામાં સારી રીતે પાસ થઈ જશે. તલાટીની 3437 જગ્યાઓ માટે 8,64, 400 ઉમેદવારો પરીક્ષા આપી છે. રાજયના જુદા જુદા સેન્ટરો પર 12.30 ના ટકોરે તલાટીની પરીક્ષા શરૂ થઈ હતી. જયારે 1.30 કલાકે પૂર્ણ થઈ હતી.

રાજ્યભરમાં તલાટી કમ મંત્રીની પરીક્ષા શાંતિ પૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે. પેપર પૂરુ થયા બાદ વિદ્યાર્થીઓ હસતા ચહેરે પરીક્ષા સેન્ટરથી બહાર નીકળ્યા હતાં. તેમના ચહેરા પર રાહતનો શ્વાસ દેખાઈ રહ્યો હતો. વિદ્યાર્થીઓએ બહાર આવ્યા બાદ જણાવ્યુ હતું કે, પેપર સહેલું હતું, પણ સમય ઓછો પડ્યો. ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવા તથા પેપર આપતાં પહેલા પોલીસ અધિકારીઓ ઉમેદવારોને જુદા જુદા સ્થાનો પર મદદ કરી હોવાની માહિતી પણ જાણવા મળી છે.

કેબિનેટ પ્રવકત્તા અને સિનિયર મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, પરીક્ષા પાટે 2600 થી વધુ કેન્દ્ર ઉપર ખુબ સારી તૈયારી સાથે પરીક્ષા લેવાઈ છે. હસમુખ પટેલની આગેવાનીમાં ખૂબ સારા માહોલમાં પરીક્ષા લેવાઈ છે.પીઠી ચોળીને પણ એક યુવતી તલાટીની પરીક્ષા આપવા માટે વડોદરાથી દાહોદ આવી પહોંચી હતી. તો સુરતની યુવતી હાથમાં મહેંદી, પીઠી સાથે પરીક્ષા આપવા પહોંચી હતી.

શાત્તિપૂર્ણ માહોલની વચ્ચે તલાટીની પરીક્ષા પૂર્ણ થયા બાદ પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ હસમુખ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, શાંતિ પૂર્ણ વાતાવરણમાં તલાટીની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે અને તેનું પરિણામ જૂન મહિનામાં આપી દેવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે, રાજ્યભરમાં તલાટીની પરીક્ષા હોવાથી પરીક્ષા કેન્દ્ર પર તંત્ર અને પોલીસે વ્યવસ્થા પૂરી પાડી છે. સ્વૈચ્છીક સંસ્થાઓએ પણ તલાટીની પરીક્ષામાં સારી કામગીરી કરી છે. આપના ગુજરાતના લોકોએ સારો પ્રતિસાદ આપ્યો અને તલાટીની પરીક્ષાને એક પ્રસંગ બનાવી દીધો હોવાનો અમને અનુભ થયો છે.

પટેલે જણાવ્યું હતું કે તેમણે જણાવ્યું હતું કે, તલાટીની પરીક્ષામાં કોઈ વિદ્યાર્થીને તકલીફ ના પડે તેના માટે પોલીસે પણ બસ અને અન્ય વ્યવસ્થા શરૂ કરી હતી, મીડિયાએ પણ પ્રતિબધ્ધતા દર્શાવી છે. અમે એસટી વિભાગ અને રેલવેનો પણ આભાર માનીએ છીએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, અમુક જગ્યાએ ટ્રાફિકના પ્રશ્નો સામે આવ્યા હતા પણ પોલીસ પહોંચીને નિરાકરણ લાવ્યા હતા. તલાટીની પરીક્ષામાં રેલવે વિભાગે પણ સારી કામગીરી બજાવી છે. રેલવેએ પણ તલાટીની પરીક્ષામાં વિદ્યાર્થીઓ માટે 9 ટ્રેન મૂકી હતી. સરકારમાંથી બધા જ વિભાગનો સહકાર અમને મળ્યો છે. આખી પરીક્ષાની સુરક્ષા જાળવવા માટે જિલ્લા તંત્રની સારી કામગીરી કરી છે હું તેમનો પણ આભાર માનું છે. ગૃહ વિભાગ અને DGPએ પણ અમને બધી વ્યવસ્થા ઉભી કરી આપી હતી. એટલું જ નહીં, મહેસુલ વિભાગમાંથી પણ મદદ મળી છે.

Most Popular

To Top