ભોપાલ: દેશમાં અનેક ઠેકાણે સમૂહ લગ્નના આયોજનો થાય છે અને આ સમૂહ લગ્નોમાં વિવિધ પ્રકારની ભેટ-ઉપહાર વર-વધુને આપવામાં આવે છે પણ તાજેતરમાં મધ્ય પ્રદેશના બૈતુલમાં થયેલા સમૂહ લગ્ન (Marriage) ચર્ચાનો વિષય બન્યો છે. કેમ કે મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ના બૈતૂલમાં કન્યાદાનની સાથે ભૂ-દાનનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. જેમાં 78 યુગલોના લગ્ન થયા અને તમામ દંપતિને ભૂ-દાનના રૂપમાં 78 પ્લોટ ( Plot) ભેટમાં આપવામાં આવ્યા હતા. આ અનોખા કાર્યક્રમની ચારેય બાજુ પ્રશંસા થઈ રહી છે.
વાસ્તવમાં, બૈતૂલમાં મંગળવારે અખિલ ગોંડવાના મહાસભાએ ગોંડવાના વિવાહ ભૂ-દાન કાર્યક્રમનું આયોજન ર્ક્યુ હતું. આ કાર્યક્રમમાં લગ્ન માટે 100 થી વધુ યુગલોએ રજિસ્ટ્રેશન ર્ક્યુ હતું જેમાંથી 78 યુગલોના લગ્ન કાર્યક્રમમાં કરાયા હતા. કાર્યક્રમની ખાસ વાત આ હતી કે તમામ યુગલોને 750 ચો.ફૂટ (સ્કવેર ફૂટ)નો પ્લોટ ઘર બનાવવા માટે દાનમાં આપવામાં આવ્યો હતો.
સંસ્કૃતિ બચાવવામાં મહિલાઓનું મોટું યોગદાન
ગોંડવાના ગણતંત્ર પાર્ટીના જિલ્લા અધ્યક્ષ હેમંત સરિયામની બૈતૂલ ગૌઠાના ક્ષેત્રમાં જમીન છે. આ ભૂમિ પર તેમને નવ-વિવાહિત યુગલોને પ્લોટ દાન ર્ક્યા છે. હેમંતનું કહેવું છે કે સંસ્કૃતિ બચાવવામાં મહિલાઓનું મોટું યોગદાન હોય છે અને મહિલાઓના સમ્માન માટે અમે દીકરીઓને ભૂ-દાનના રૂપમાં પ્લોટ દાન ર્ક્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે 78 યુગલોને રજિસ્ટર્ડ દાન પત્રના માધ્યમથી પ્લોટ દાન કરવામાં આવ્યા છે. રજિસ્ટર કાર્યાલય અનુસાર, એક પ્લોટની કિંમત 3 લાખ 85 છે અને કુલ 78 પ્લોટની કિંમત 3 કરોડ 30 હજાર રૂપિયા છે. અખિલ ગોંડવાના મહાસભાના આ કન્યાદાન ભૂ-દાન કાર્યક્રમની દેશભરના નાગરિકો પ્રશંસા કરી રહ્યા છે.
નવ-વિવાહિત દંપતિઓ ખુશ
લગ્ન જીવનની શરૂઆત કરનાર વર-વધુ પણ દાનમાં જમીન મળવાથી ખુશ જોવા મળી રહ્યા છે. તેમનું કહેવું છે કે, પહેલા તો વિશ્વાસ થતો ન હતો કે અમને લગ્નમાં પ્લોટ દાનમાં મળશે પણ જ્યારે પ્લોટ દાનમાં મળ્યો ત્યારે અમારી ખુશીને વ્યક્ત કરવું મુશ્કેલ હતું. હવે આ જમીન પર ઘર બનાવીને પોતાના નવા જીવનની શરૂઆત કરીશું.
સમૂહ લગ્નમાં લગ્ન કરનાર વર શિવપાલ પરતેએ કહ્યું કે આ રીતનું સંમેલન પહેલી વાર થઈ રહ્યું છે. જેમાં લગ્નમાં પ્લોટ આપવામાં આવ્યા છે. જોઈને ખૂબ જ સારું અનુભવ્યુ હતું. તેમજ લગ્ન કરવા આવેલી વધુ છાયાએ કહ્યું કે, કન્યાદાનની સાથે ભૂ-દાન પણ કરવામાં આવ્યું. જે પ્લોટ મળ્યો છે તેના પર ઘર બનાવીશું અને પરિવારની સાથે રહીશું.