સુરત: આરટીઓમાં (RTO) પાર્ટલી ટેક્સ ભરીને લક્ઝરી બસમાં (Bus) પેસેન્જરો (Passangers) હેરફેર કરવાની વૃત્તિ વધતાં સુરત આરટીઓ દ્વારા આવી લક્ઝરી બસને વરાછા, સરથાણા અને કામરેજ પહોંચી ડિટેન (Detain) કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. મંગળવારે એસ.એસ.સહારા-ઝારા બસના સંચાલકોએ ઉપાડેલી બસ સુરત આરટીઓ અધિકારીઓએ અટકાવી પેસેન્જરોને ઉતરી જવા કહ્યું હતું,પણ પેસેન્જરોએ ટિકિટ લીધી હોવાનું રટણ કરી ઉતરવાની ના પાડતા અધિકારી નિયમ બુજબ ડિટેન કરવા બસ પાલ આરટીઓ કચેરીના ગ્રાઉન્ડમાં લઈ આવ્યા હતાં.
શરૂઆતમાં તફાવતનો ટેક્સ ભરવા અને પેસેન્જરો માટે બીજી વૈકલ્પિક બસ મોકલવા આનાકાની કરનાર સંચાલકને આર્ટીઓએ રજિસ્ટ્રેશન અને પરમીટ રદ કરવાની ચીમકી આપતા ટ્રાવેલર્સ એ તફાવતનો ટેક્સ ભરવાની પણ ખાતરી આપી હતી અને પેસેન્જરોને મોકલવા બીજી બસ આરટીઓ કચેરી મોકલી હતી. એ રીતે ઓછો ટેક્સ ભરી ટેક્સ ચોરી કરનાર લક્ઝરી બસનાં સંચાલકને આરટીઓએ બરોબરનો પાઠ ભણાવ્યો હતો.
સુરત આરટીઓના આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર મુસાફરો ભરેલી લક્ઝરી બસ ડિટેઈન કરી પાલ કચેરીએ લઈ આવતા કૌતુકભરી નજરે લોકોના દયાને આવી ચર્ચાનું કેન્દ્ર બની હતી. લક્ઝરી બસના સંચાલકે નિયમ કરતાં ઓછો ટેક્સ ભર્યો હોવાથી આ બસ ડિટેન કારવામાંઆવી હતી. ચેકિંગ સ્ટાફે બસના સંચાલકોને સ્પોર્ટ પર ટેક્સ ભરવા સમજાવ્યા હતા. પણ સ્પષ્ટ ઇન્કાર કરતાં બસ ડિટેઈન કરવામાં આવી હતી.
બસમાં પેસેન્જર હોવાથી સંચાલક એવું માનતો હતો કે, આરટીઓ અધિકારી બસ ડિટેન નહીં કરે પણ આકરી કાર્યવાહીની ચીમકી આપતા બસ પાલ આરટીઓ કચેરી આવી ગઈ પછી માન્યો હતો. પાર્ટલી ટેક્સ ભરેલી લક્ઝરી બસ વેકેશનમાં ફરી રહી હોવાથી જેનો ટેક્સ ભરપાઈ કરવાનો બાકી છે. એવી બસ ડિટેન કરવામાં આવી રહી હોવાનું ઇન્ચાર્જ આરટીઓ આકાશ પટેલે જણાવ્યું હતું.