નિયમોનું કેન્દ્રિકરણ અને સ્થાનિક સત્તામંડળોની ઉદાસીનતા ક્યારેક વિચિત્ર પરિસ્થિતિઓને સર્જે છે. ગુજરાતમાં છેલ્લાં વર્ષોમાં વિવિધ સરકારી યુનિવર્સિટીમાં કુલપતિશ્રીની લાયકાત માટે પ્રશ્નો ઊભા થતા રહ્યા છે. હાલમાં ગુજરાતની ઘણી યુનિવર્સિટી કાર્યકરો કુલપતિથી ચાલે છે. ગુજરાતની જૂની અને પ્રખ્યાત ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિની નિમણુંક માટે ‘સર્ચ કમિટી’ રચાઈ ચૂકી છે ત્યારે સરકાર ખાસતો સત્તાધારી ભાજપના સમર્થક અધ્યાપકોમાં કુલપતિ પદે વિરાજવા સમત જાગે તે સ્વાભાવિક છે. પણ સરકાર હવે છાસ ફૂકીને પીવા માંગે છે. કુલપતિની લાયકાત માટે વારંવાર કોર્ટ કેસ થાય, છાપામાં સમાચાર બને તે યોગ્ય કહેવાય નહીં ! એટલે યુ.જી.સી.ના નિયમ મુજબ કુલપતિ શોધવાના અને ગોઠવવાના થાય. હવે યુ.જી.સી.ના કુલપતિશ્રીની નિમણૂંકના ધારાધોરણમાં એક મુદ્દો એ છે. કુલપતિ તે જ બની શકે જેનો ‘પ્રોફેસર’ તરીકે દસથી વધુ વર્ષનો અનુભવ હોય !
ગુજરાતમાં જન સામાન્યમાં તો કોલેજમાં ભણાવતા હોય તે સૌ પ્રોફેસર ! હવે આ ‘પ્રોફેસર’ સન્માન સમાજનું છે ! નિયમો મુજબનું નહી ! હાલ પ્રવર્તતા નિયમ મુજબ તો કોલેજમાં પ્રથમ પાંચ વર્ષ ‘‘અધ્યાપક સહાયક’’ ફીક્સ પગારમાં ગણાય છે ! પછી આસીસ્ટન્ટ પ્રોફેસર, પછી એસોસીએટ પ્રોફેસર ! વળી પહેલા કોલેજના અધ્યાપક ‘‘વ્યાખ્યાતા’’ ગણાતા હતા અંગ્રેજીમાં ‘લેકચરર’… વચ્ચે શિક્ષણખાતાએ પરિપત્ર કરીને એસોસીએટ તથા આસીસ્ટન્ટ પ્રોફેસરનું નામાભીધાન કરેલું ! અને થોડા સમય પછી વળી પાછો પત્ર કરીને તે રદ પણ કરેલું ! પણ મૂળ મુદ્દાની વાત એ છે કે ગુજરાતમાં કોલેજ કક્ષાએ ‘‘પ્રોફેસર’’ ને હોદ્દો આપવામાં આવતો નથી.
મુનિવર્સિટી કક્ષાએ ભવનોમાં અધ્યાપકો, વ્યાખ્યાતાઓ હોય ત્યાં સિનિયરીટી મુજબ એકાદ અધ્યાપકને ‘‘પ્રોફેસર’’ નું કાયદામાન્ય પદ મળે છે. થોડા સમય પહેલા યુ.જી.સી.ના પત્રથી ગુજરાતમાં પણ કોલેજ કક્ષાએ ‘પ્રોફેસર’ પદ આપી શકાય તે વાત સ્વીકારાઈ હતી અને ‘પ્રોફેસર’ પદ મેળવવા માંગતા સીનીયર અધ્યાપકો એ અરજી કરવી. તેવો પત્ર પણ થયો હતો, પરંતુ ! આગળ તેમાં શું થયું ? તેની વિગત નથી ! તો ગુજરાતમાં નવા કુલપતિની શોધ થાય ત્યારે કોલેજના અધ્યાપકને કુલપતિ બનાવવાના ચાન્સ ઓછા છે.
અન્ય રાજ્યોમાં કોલેજ કક્ષાએ પ્રોફેસર પોસ્ટ હોય છે. એટલે ગુજરાતની યુનિવર્સિટીના ભવનોમાંથી, કોલેજોના પ્રિન્સિપાલમાંથી અથવા બીજા રાજ્યમાંથી કુલપતિ થવા યોગ્ય ઉમેદવાર મળે ! તો શક્ય છે કે ગુજરાતમાં હવે મોટાભાગની યુનિવર્સિટીઓમાં બીજા રાજ્યમાંથી કુલપતિશ્રીઓ આવશે. ગુજરાતના અધ્યાપક મંડળો અને ગુજરાત સરદાર જો ગુજરાતના જ અધ્યાપકોને કુલપતિ પદે જોવા માંગતા હોય તો વહેલી તકે ગુજરાતની કોલેજમાં સીનીયર અને અભ્યાસુ અધ્યાપકોને ‘પ્રોફેસર’નું પદ આપે !
અત્રે એક વાત યાદ કરવી કે ગુજરાતની ગ્રાંટ ઈન એક કોલેજોના સીનીયર અધ્યાપકોને ‘પ્રોફેસર’ પદ આપવાથી કંઈ વધારાનો નાણાંકીય બોજ ઊભો થવાનો નથી કારણકે પચ્ચીસ વર્ષ જૂના અધ્યાપકો અગાઊથી જ સાતમા પગાર પંચના ઉચ્ચપગાર ધોરણમાં આવી ગયા છે ! તો નાણા બોજની ચિંતા કર્યા વગર અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ કોલેજ કક્ષાએ ‘પ્રોફેસર’ની પોસ્ટ આપવી ! તાજેતરમાં જ અઘ્યાપક સંઘ દ્વારા સરકારમાં આ માંગણી થઈ પણ છે જે ધ્યાને લેવી ! નિયમને ધ્યાનથી વાંચવાની બીજી વાત છે. નવી શિક્ષણનીતિ બાબતે ! નવી શિક્ષણનીતિમાં વિદ્યાર્થી પક્ષે વ્યાપક સ્વતંત્રતા સ્વીકારવામાં આવી છે ! તમામ યુનિવર્સિટી અને તેના વિભાગો પોત પોતાના અભ્યાસક્રમો ઘડવામાં વ્યસ્ત છે. આ દરમ્યાન એક મુદ્દો ચર્ચામાં એ છે કે દરેક વિદ્યાશાખામાં પહેલા એક પેપર (અભ્યાસક્રમ) ફરજીયાત અંગ્રેજી હતું! જ્યાં હવે મોર્ડન ઈન્ડયન લેગ્વેજમાંથી કોઈપણ ભાષા વિદ્યાર્થી પસંદ કરી શકશે!
દુનિયાભરના ઉચ્ચશિક્ષણમાં દ્વિભાષા નીતિ સ્વિકૃત છે. એક પોતાની ભાષા બીજી વિદેશી ભાષા!(મધર લેગ્વેજ એન્ડ અધર લેગ્વેજ!) સવાલ ગુલામીનો નથી! સવાલ વિદ્યાર્થીને આંતર રાષ્ટ્રિય બનાવવાનો છે! ફાન્સમાં, જર્મનીમાં, અમેરીકામાં સ્નાતક થનાર ને બે ભાષા આવવી જરૂરી માનવામાં આવે છે! હવે આ બીજી ભાષા એટલે કઈ? ગુજરાતમાં એક તરફ અંગ્રેજી માધ્યમમાં ભણવાનો ક્રેજ વધતો જાય છે. બીજી બાજુ યુનિવર્સિટી કક્ષાએ નવા અભ્યાસક્રમ ઘડનારા ચર્ચા કરી રહ્યા છે કે હવે ફરજીયાત ભાષામાં અંગ્રેજી ને બદલે વિદ્યાર્થી ગુજરાતી, હિન્દી, સંસ્કૃત જેવી ભાષા પણ ભણી શકશે! વિદ્યાર્થી ભણે તેનો વાંધો નથી પણ સમાજમાં વિદ્યાર્થી બે ભાગમાં વહેચતા જાય છે. એક બાજુ ઈંગ્લીશ માધ્યમમાં ભણતા શહેરના વિદ્યાર્થીઓ બીજી બાજુ કમ્પલસરી ઈગ્લીશમાં પણ ફાંફા મારતા વિદ્યાર્થીઓ. આ ભેદ હવે મોટો થશે! તો શિક્ષણક્ષેત્રે ચિંતા કરતા સૌ કુલપતિ પદની લાયકાત, નવા ઘડતા અભ્યાસક્રમ… આ બધી નાની-નાની પણ લાંબાગાળામાં અસર કરતી બાબતોને ઝીણવટ પૂર્વક તપાસ જવી જરૂરી છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.