મુંબઈ: બોલિવુડના (Bollywood) પ્રતિષ્ઠિત ફિલ્મફેર એવોર્ડ 2023માં (FilmFare award 2023) આલિયા ભટ્ટની (Aaliya Bhatt) ફિલ્મોનો દબદબો રહ્યો. ગંગુબાઈ કાઠિયાવાડીને (GanguBai Kathiyawadi) બેસ્ટ ફિલ્મ, આલિયા ભટ્ટને શ્રેષ્ઠ અભિનેત્રી જ્યારે સંજય લીલા ભણસાલીને (Sanjay Leela Bhanshali) શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ મળ્યો છે, જ્યારે બધાઈ દો (Badhai Do) ફિલ્મ માટે રાજકુમાર રાવને (Rajkumar Rao) બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. મુંબઈ ખાતે યોજાયેલા 68માં ફિલ્મફેર એવોર્ડ સમારોહને મનીષ પોલ અને આયુષ્યમાન ખુરાના સાથે સલમાન ખાને (Salman Khan) હોસ્ટ કર્યો હતો.
આ વર્ષે ફિલ્મફેર બેસ્ટ એક્ટર એવોર્ડ રાજકુમાર રાવ અને બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ આલિયા ભટ્ટે પોતાના નામે કર્યા હતા. જ્યારે બેસ્ટ ફિલ્મનો એવોર્ડ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ અને બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ આ ફિલ્મના ડિરેક્ટર સંજય લીલા ભણસાલીએ જીત્યો હતો. બેસ્ટ પ્લેબેક સિંગરનો એવોર્ડ ‘બ્રહ્માસ્ત્ર’ના (Brahmashtra) ‘કેસરિયા’ ગીત માટે અરિજિત સિંહને (Arijit Sinh) મળ્યો હતો. જ્યારે અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ને VFX માટે પણ એવોર્ડ મળ્યો છે. આ વખતે ફિલ્મફેર એવોર્ડમાં ભણસાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ખૂબ ચર્ચામાં રહી હતી.
આ કલાકારોને મળ્યા એવોર્ડ
- બેસ્ટ સપોર્ટિંગ રોલ ફોર મેલ- અનિલ કપૂર (ફિલ્મ – જુગ જુગ જિયો)
- બેસ્ટ સપોર્ટિંગ રોલ ફોર ફિમેલ- શીબા ચડ્ડા (ફિલ્મ – બધાઈ દો)
- બેસ્ટ ડાયલોગ – પ્રકાશ કપાડિયા અને ઉત્કર્ષિની વશિષ્ઠ (ફિલ્મ- ગંગૂબાઈ કાઠિયાવાડી)
- બેસ્ટ સ્ક્રીનપ્લે – અક્ષત ઘિલ્ડિયાલ, સુમન અધિકારી અને હર્ષવર્ધન કુલકર્ણી (ફિલ્મ- બધાઈ દો)
- બેસ્ટ સ્ટોરી- અક્ષત ઘિલ્ડિયાલ અને સુમન અધિકારી (ફિલ્મ- બધાઈ દો)
- બેસ્ટ ડેબ્યૂ મેલ- અંકુશ ગેદમ (ફિલ્મ- ઝુંડ)
- બેસ્ટ ડેબ્યૂ ફીમેલ- એન્ડ્રિયા કેવિચુસા (ફિલ્મ- અનેક)
- બેસ્ટ ડેબ્યૂ ડિરેક્ટર – જસપાલ સિંહ સંધૂ અને રાજીવ બરનવાલ (ફિલ્મ- વધ)
- બેસ્ટ લીરિક્સ- અમિતાભ ભટ્ટાચાર્ય (ફિલ્મ- બ્રહ્માસ્ત્ર: પાર્ટ વન શિવનું સોંગ કેસરીયા)
- બેસ્ટ પ્લેબેક સિંગર મેલ- અરિજિત સિંહ (ફિલ્મ- બ્રહ્માસ્ત્રનું કેસરીયા સોંગ)
- બેસ્ટ પ્લેબેક સિંગર ફીમેલ- કવિતા સેઠ (ફિલ્મ- જુગ જુગ જિયોનું રંગિસારી સોંગ)
- બેસ્ટ કોરિયોગ્રાફી ફીમેલ – ગંગૂબાઈ કાઠિયાવાડીના ‘ઢોલીડા’ ગીત માટે કૃતિ મહેશ
- બેસ્ટ કોરિયોગ્રાફી મેલ- સુદીપ ચટર્જી (ફિલ્મ- ગંગૂબાઈ કાઠિયાવાડી)
- બેસ્ટ એક્શન- પરવેજ શેખ (ફિલ્મ- વિક્રમ વેધા)
ફિલ્મ ફેર એવોર્ડમાં રાજકુમાર રાવની ફિલ્મ ‘બધાઈ દો’નો પણ દબદબો જોવા મળ્યો હતો. ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ફિલ્મને 10 કેટેગરીમાં એવોર્ડ મળ્યા હતા. હર્ષવર્ધન કુલકર્ણીની ‘બધાઈ દો’ને ક્રિટિક્સ કેટેગરીઝના 6 એવોર્ડ મળ્યા હતા. અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર: પાર્ટ-1 શિવા’ને 4 કેટેગરીમાં એવોર્ડ મળ્યા. આ વર્ષે ફિલ્મફેર એવોર્ડસ 2023માં પ્રેમ ચોપડાને લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ફિલ્મફેર એવોર્ડ 2023 શો આજે રાતે 9:00 કલાકે કલર્સ અને જિયો સિનેમા પર એકસાથે પ્રસારિત કરવામાં આવશે.