સુરત: સુરત (Surat) શહેરમાં ઠેર- ઠેર કાર સહિતના વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. દરમિયાન ગત રાત્રે મોટા વરાછા ખાતે પણ રોડ ઉપર એક લક્ઝુરીયસ કારમાં આગ ભડકી ઉઠી હતી. જોકે કારમાં સવાર બે લોકો સહીસલામત બહાર નીકળી ગયા હતા. જ્યારે ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. ઘટના અંગે જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવા માટેની કામગીરી હાથ ધરી હતી.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર મોટા વરાછાના અનમોલ રો હાઉસ પાસે દોડતી BMW કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. BMW (GJ-05-JR-4939) કારના ચાલક કારમાં બોનેટમાંથી ધુમાડો નીકળતાં કાર ચલાવનારે રોડ વચ્ચે જ કાર ઊભી રાખી દીધી હતી. કારમાં સવાર બે જણા તાત્કાલિક બહાર નીકળી ગયા હતા અને ફાયર બ્રિગેડને કોલ કરી દીધો હતો.
ફાયર બ્રિગેડના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોટા વરાછા સ્થિત સેટેલાઇટ રોડ પરથી ગઈ કાલે રાત્રે એક બીમએડબ્લ્યુ કાર પસાર થઇ રહી હતી.કારમાં બે જણા સવાર હતા. દરમિયાન રાત્રે ૧૧.૩૭ વાગ્યાના અરસામાં ફાયર કંટ્રોલમાં કોલ મળ્યો હતો કે BMW કારમાં આગ ફાટી નીકળી છે. જેથી ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો ઘટના સ્થળે જવા માટે રવાના થયો હતો.ત્યાં સુધીમાં કારનો આગળ બોનેટનો ભાગ ભડભડ સળગવા લાગ્યો હતો.
જેને પગલે સ્થળ ઉપર સમયસૂચકતા વાપરીને નાશભાગ મચી ગઈ હતી. જયારે કારમાં બેઠેલા બે જણા સહીસલામત બાહર નીકળી ગયા હતા. ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ ઓલવીને દોઢથી બે મિનિટમાં જ આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો .ફાયર ઓફિસર રાહુલ બાલાસરાએ જણાવ્યું હતું. કે એન્જીનના ભાગે શોર્ટ સર્કિટ હતી.સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નહીં થવા પામી હતી.પરંતુ એંજીનનો ભાગ બળી જવાથી નુકશાન થયું હતું.