SURAT

સાત વર્ષ પહેલા ભાગાતળાવ જનતા માર્કેટના ચકચારીત હત્યાના આરોપી ફૈયૂ સુકરીને કોર્ટે કરી આ સજા

સુરત: (Surat) ચોકબજારથી આગળ ભાગ તળાવ મેન રોડ પર આવેલ જનતા માર્કેટના (Janta Market) ખાલી પ્લોટ પર સાત વર્ષ પહેલા વાહન પાર્કિંગ (Parking) કરવા બાબતે થયેલા ઝગડામાં બે યુવકો પર ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો. તેમાં એક યુવકનું મોત નિપજ્યું હતું.આ કેસ કોર્ટમાં ચાલી ગયો હતો. તેમાં કોર્ટે ફૈયુ સુકરીને કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા અને 60 હજાર રૂપિયાના દંડની સજાનો હુકમ કર્યો હતો.

  • સાત વર્ષ પહેલા ભાગાતળાવ જનતા માર્કેટમાં થયેલા ચકચારીત હત્યાના આરોપી ફૈયૂ સુકરીને આજીવન કેદની સજા
  • આરોપીએ પાર્કિંગ મુદ્દે ઝગડો કરીને બે જણા પર ચપ્પુથી હુમલો કરતા એકનું મોત નિપજ્યું હતું

આ કેસની વિગત એવી છે કે ચોકબજારથી આગળ ભાગાતળાવ મેન રોડ વિસ્તારમાં અમીન શુકરીનો ભારે આતંક હતો. તેના પુત્ર ફૈયુ સુકરીએ તેના સાગરીતો સાથે મળીને ગઈ તારીખ 11 જાન્યૂઆરી 2016ના રોજ સમીર અસલમખાન પઠાણ( 26 વર્ષ.રહે. ગનીભાઈની ગલી જનતા માર્કેટ પાસે બેગમપુરા ચોરાવાડાનો ટેકરો, રંગુનવાલાની શેરી) અને સબ્બીર ટેલર(રહે. બેગમપુરા.તુલસી ફળીયા)સાથે વાહન પાર્કિંગ બાબતેના ઝગડો કર્યો હતો. ઝગડા દરમિયાન ફૈયુ સુકરીએ બંને ચપ્પુ વડે ઘાતકી હુમલો કર્યો હતો. આરોપી ફૈયુ સુકરીએ સમીરને ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીંકી દેતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જ્યારે સબ્બીર ટેલર ગંભીર રીતે ઘવાયો હતો.

હત્યા બાદ ફૈયુ સુકરી અને તેના સાગરીતો ફરાર થઈ ગયા બાદ ગુલામ ટેલરને 108 મારફતે સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. આ બાબતે અઠવા લાઈન્સ પોલીસ સ્ટેશનમાં હત્યા અને હત્યાની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપી ફૈયુ સુકરીની ધરપકડ કરી હતી. પોલીસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. હત્યાનો આ કેસ ઈન્સાફી કાર્યવાહી હેઠળ હોય જે કેસ કોર્ટમાં ચાલી જતાં એડિશનલ સેશન્સ જજ એ.આર.મલિકે આરોપી ફૈયુ સુકરીને કસૂરવાર ઠેરવી આજીવન કેદ અને 60 હજાર રૂપિયાના દંડની સજાનો હુકમ કર્યો હતો.

Most Popular

To Top