વડોદરા: શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પરીક્ષાઓ ચાલી રહી છે. ત્યારે આર્ટ્સ ફેકલ્ટી ખાતે અવ્યવસ્થા વચ્ચે પરીક્ષા લેવાતા વિવાદ સર્જાયો હતો. પરીક્ષા શરૂ થાય તેના 10 મિનિટ પહેલા જ બેઠક નંબર લગાવવામાં આવ્યા હતા. જેને કારણે વિદ્યાર્થીઓમાં ગભરાટનો માહોલ છવાયો હતો. શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં હાલ પરીક્ષાઓ ચાલી રહી છે. જેમાં સોમવારે ત્રીજું પેપર હતું. બેઠક નંબર માત્ર 10 મિનિટ પહેલા જ લગાવવામાં આવ્યા હતા. પરીક્ષાનો સમય બપોરે ત્રણ કલાકનો હતો.
જેના કારણે વિદ્યાર્થીઓ 20 મિનિટ સુધી બેઠક નંબર શોધતા જ રહ્યા હતા. જોકે બેઠક નંબર ન મળતા વિદ્યાર્થીઓમાં ગભરાટ જોવા મળ્યો હતો સાથે જ વિદ્યાર્થીઓની લાંબી કતારો જોઈ પરીક્ષાના સમય દરમિયાન વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસી શકશે કે કેમ તે પણ મૂંઝવણ પણ ઊભી થઈ હતી. ત્યારે આર્ટસ ફેકલ્ટીના વિદ્યાર્થી નેતા પ્રિન્સ રાજપુતે જણાવ્યું હતું કે અત્યારે જે પરીક્ષાના 10 મિનિટ પહેલા બેઠક નંબર ચોટાડવામાં આવ્યા હતા.જેમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આવ્યા છે કે તેમને નંબર જોવામાં તકલીફ પડે છે.
ભીડ થઈ જાય છે તંત્ર નિષ્ફળ છે અને વિદ્યાર્થીઓને સહકાર આપવો જોઈએ. કલાક દોઢ કલાક પહેલા નંબર લગાવવા જોઈએ. જેથી વિદ્યાર્થીઓને નંબર મળી શકે. પણ અહીં તો જોવા જઈએ તો મેનેજમેન્ટ એકદમ બેકાર બની ગયું છે.ડીન મેડમનો પણ કોઈ સાથ સહકાર નથી.ખૂબ સારી યુનિવર્સિટી છે પણ પરીક્ષા મેનેજમેન્ટ જે છે તે ક્યાંક ને ક્યાંક પાછું પડી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે વિદ્યાર્થીઓની 3:00 વાગ્યાની પરીક્ષા છે તેમ છતાં ત્રણને દસ સુધી તો માત્ર પોતાની બેઠક વ્યવસ્થા જ શોધી રહ્યા હતા.સત્તાધીશોની ભૂલ કહેવાય.એ પણ પરીક્ષા હોય તો તેના કલાક પહેલા સીટિંગ એરેન્જમેન્ટ બહાર પાડવામાં આવે તો કોઈ પણ વિદ્યાર્થીને હાલાકી ભોગવવાનો વારો ન આવે.
ફેકલ્ટી ડીનને રજુઆત કરવામાં આવી
ફેકલ્ટી ઓફ સાયન્સમાં 2 વર્ષ ના 4 સેમેસ્ટર ફાઇનલ એક્ઝામમાં ટાઈમ ટેબલ અને હોલ ટિકટમાં કોમ્યુનિકેશન સ્કીલના પેપરમાં અલગ અલગ તારીખ આવી છે.જેમાં ટાઈમ ટેબલ પ્રમાણે કોમ્યુનિકેશન સ્કીલનું પેપર 5 મેના રોજ છે.તો હોલ ટિકિટ પ્રમાણે 6 મેના રોજ છે.આશરે 1200 જેટલા 2 વર્ષના વિદ્યાર્થીઓ આ પરિક્ષા આપવાના છે.આ મામલે ફેકલ્ટી ડીનને જલ્દીથી વિદ્યાર્થીઓને કોઈ એક તારીખ આપવામાં આવે એવી રજુઆત કરવામાં આવી છે.જેથી વિદ્યાર્થી મૂંઝવણમાં ના મુકાય.
– તેજસ સોલંકી, વિદ્યાર્થી નેતા ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ એસોસિયેશન