વડોદરા : વિધુર સસરા ની જવાબદારીમાંથી છટકી જવા માગતાં દિકરા અને પુત્રવધૂ ને અભયમ વડોદરા દ્વારા તાકીદ કરવામા આવી હતી. સતયુગમાં શ્રવણે પોતાના અંધ માતા પિતાને કાવળમાં બેસાડી પોતાના ખભા પર બેસાડી યાત્રા કરાવી હતી પરંતુ આજના સમયમાં યુવાનો પોતાના માતા પિતાની સારવાર કરવાની આવે ત્યારે તેમને માથાનો બોજ ગણતા હોય છે. ત્યારે તેમની જવાબદારીમાં છુટકારો મળી જાય તેની રાહ જોઇને બેઠા હોય છે. તેવી એક કિસ્સો સામે સામે આવ્યો છે. જેમાં બાપોદ વિસ્તારમાં રહેતા વૃદ્ધ માતાના અવસાના બાદ પિતા તેમના પુત્ર-પુત્રવધૂ અને પૌત્ર સાથે રહેતા હતા.પત્ની અવસાનને એક વર્ષ થઇ જતા તેમની વાર્ષિક પુણ્યતિથનો સમય આવ્યો હતો.
જેને લઇને તેમને ઘરે સમગ્ર પરિવારના સભ્યો ભેગા થયા હતા.દરમિયાન તેમની પુત્રીએ ભાઇ અને ભાભીને વૃદ્ધ પિતાની કાળજી લેવા માટે સમજાવ્યા હતા પરંતુ ભાઇ -ભાભીએ વાતનું વતંગળ કરતા બહેન સાથે ઝઘડો કર્યો હતો ત્યારે દિકરાએ કહ્યું હતુ કે પોતે ફેક્ટરીમાં નોકરી કરે છે જેમાં દસ હજાર પગાર મળે છે જેમાં ગુજરાન ચલાવવું મુશ્કેલ છે.જેથી પિતા પોતાની વ્યવસ્થા જાતે કરે. છે અને પુત્ર પર બોજો નાખતો નથી.
તેમ છતાંય દિકરો અને વહુ તેમને જમવાનું આપતાં નથી તેથી બહારથી ટિફિન લાવવું પડે છે. જેથી પિતાએ મારું મકાન છે તે વેચીને તેઓ લોન ભરપાઇ કરીશ અને મારું ગુજરાન ચલાવીશ એમ કહી દિકરા વહુને ઘર માંથી બહાર નિકળી જવા જણાવતાં મામલો બીચક્યો હતો જેથી 181 અભયમને ફોન કરતા ટીમ તુરંત ઘટના સ્થળ પર દોડી ગઇ હતી. અભયમ ટીમ દ્વારા પુત્ર અને વહુને પિતાની કાળજી લેવા માટે પોતાની સામાજિક અને કાનુની જવાબદારી હોવાનું ભાન કરાવી સમજાવ્યા હતા. . પિતાને પણ મકાન વેચવાથી સમસ્યાનો ઉકેલ નહી આવે બધા સાથે પારિવારીક ભાવનાથી રહેવા માર્ગદર્શન આપવામાં આવતા દિકરા વહુએ પોતાની ભુલ કબૂલી હતી અને પિતાની યોગ્ય કાળજી લેશે તેવી ખાતરી આપી હતી.
75 વર્ષની ઉંમરે સિક્યુરિટી તરીકે નોકરી હતી પુત્રને બેન્કમાંથી લોન અપાવી
પુત્ર અને પુત્રવધૂની મહેણા ટોણા સાંભળવીને કંટાળી ગયેલા 75 વર્ષની ઉંમરે પિતાએ સિક્યોરિટી નોકરી શરૂ કરી હતી. તેઓ જાતે નોકરી કરી કમાઇ પોતાના જરૂરીયોત પુરી કરતા હતા. ઉપરાંત પુત્રને જ્યારે રૂપિયાની જરૂરીયાત ઉભી થઇ હતી ત્હોયારે પિતાએ જ એક લાખ બેંકમાંથી લોન લઇ આપ્યા હતા. જે લોનનો હપ્તો ભરતા નથી. તેનો ભાર પણ પિતાના માથા પર નીાખ્યો છે તેમ છતાં તેમને જમવાનું આપતા ન હતા.