પાલનપુર: વડગામના કોંગ્રેસી (congress) ધારાસભ્ય જીગ્નેશ (Jignes) મેવાણી (Mevani) એ પાલનપુર (Palanpur) સર્કિટ હાઉસ ખાતે પ્રેસ (Press) કૉન્ફ્રરન્સ (conference) યોજી બનાસકાંઠા ગ્રામવિકાસ એજન્સી (Agency) દ્વારા અમીરગઢના કપાસિયા, વિરમપુર અને ચીકણવાસ ગામે લાઈવલી હુડ તેમજ વોટરશેડ યોજનામાં 170 ખેડૂતો (farmer)ને ત્યાં ગ્રીનહાઉસ (green house) બનાવ્યા વિના જ 65 લાખ રૂપિયા ઉપાડી લઈને કૌંભાંડ (scam) આચર્યું હોવાના પુરાવા સાથેના આક્ષેપો કરી દોષીતો સામે કફક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
આક્ષેપો અંગે અમીરગઢના કપાસિયા અને વિરમપુર ગામે તપાસ કરતાં ખેડૂતોના ખેતરોમાં ગ્રીનહાઉસ હજુ નહીં બન્યા હોવાની વાસ્તવિકતા સામે આવી છે. ગ્રામવિકાસ એજન્સીએ કપાસિયામાં ચાર દિવસ પૂર્વે જ ગ્રીનહાઉસ બનાવવાનો સામાન પહોંચાડતાં ગ્રામવિકાસ એજન્સીની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે .
લાઈવલીહુડ અને વોટરસેડ યોજના અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ આચરાયું હોવાનો આક્ષેપ ધારાસભ્ય મેવાણીએ કર્યો છે. લાઈવલી હુડ અને વોટર શેડ યોજના અંતર્ગત 170 ખેડૂતોને માત્ર કાગળ ઉપર જ ગ્રીન હાઉસ બનાવી 65 લાખનું કૌભાંડ આચરાયું હોવાનો પુરાવા પણ તેમણે રજૂ કર્યાં છે.
જીગ્નેશ મેવાણીએ આક્ષેપ કર્યો છે કે, અમીરગઢ અને દાંતાના કપાસિયા અને વિરમપુર નજીકના ગામોમાં કૌંભાંડ આચરાયું છે. જેમાં 170 ખેડૂતોનાગ્રીન હાઉસ કાગળ ઉપર જ બતાવી 65 લાખનું કૌભાંડ કરાયું છે.
મેવાણીએ ગ્રામવિકાસ એજન્સી સામે આક્ષેપ કરતાં કહ્યું હતું કે કોંગ્રેસ પક્ષના સાથીઓ દ્વારા જ્યારે સ્થળ મુલાકાત કરવામાં આવી ત્યારે સ્થળ ઉપર કોઈ જ નેટ હાઉસ બન્યું નહીં હોવાનું સામે આવ્યું હતું. માત્ર બેએક જગ્યાએ જ ગ્રીનહાઉસ બનાવવા સિવાય બાકીની તમામ જગ્યાએ સામાન રોડ ઉપર રઝળી રહ્યો છે, આ સાધનોને ઇન્સ્ટોલ કરવામાં આવ્યા નથી.
મોટાભાગના ખેડૂતો સુધી યોજનાનો વાસ્તવિક કોઈ લાભ પહોંચ્યો નથી. માત્ર બે ગામમાંથી જ 65 લાખ રૂપિયા ચાઉં કરી ગયા છે. આ ગ્રીન હાઉસ રેકોર્ડ ઉપર બની ગયાનું બતાવાયું છે અને 65 લાખનું ચૂકવણું થઈ ગયું, પરંતુ સ્થળ ઉપર આવા કોઈ જ નેટ હાઉસ બનાવવામાં આવ્યા નથી. અમારી પાસે દસ્તાવેજો છે જેમાં ખેડૂતોને લાભ મળ્યો નથી.
આ સાથે તેમણે પ્રશ્ન ઉઠાવ્યો છે કે, ગુજકોમાસોલ કંપની બિયારણ બનાવે છે, તો તે નેટ હાઉસનું ઈન્સ્ટોલેશન કઈ રીતે કરી શકે? અત્યારે બનાસકાંઠા જિલ્લાનાં તમામ તાલુકામાં વોટરશેડ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. જેમાં ખાસ કરીને અમને જે દસ્તાવેજો મળ્યા છે તે ફક્ત બે જ ગામના છે. એટલે વધારે ગામોમાં પણ આવા કૌભાંડ આચરાયા હોઇ શકે છે. જેથી સરકાર 24, 42, 72 કલાકની અંદર કૌભાંડી
કર્મચારીઓને માત્ર સસ્પેન્ડ જ નહીં, તેમની સામે ડીપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરીની સાથે કલમ 420 મુજબ આ છેતરપિંડી કરી હોઇ, આર્થિક ગેરરીતિ અને બનાવટી દસ્તાવેજો ઊભો કરવાનો મામલો હોઇ, તાબડતોડ તેમની સામે ગુનો દાખલ થવો જોઈએ.