Entertainment

મુંબઈમાં સેકેસ રેકેટ ચલાવતી હતી 24 વર્ષની એકટ્રેસ, 50-80 હજાર લઈ મોડલને વેશ્યાવૃત્તિ માટે દબાણ કરતી

મુંબઈ: મોડલિંગની દુનિયામાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યાં છે. હવે મુંબઈ (Mumabai) પોલીસના (Police) હાથે એક એવી કડી હાથ લાગી છે જેને સાંભળીને તમે પણ ચોંકી જશો. મુંબઈના ગોરેગાંવમાંથી હાઈપ્રોફાઈલ સેકસ રેકેટ (sex racket) ચાલતું હોવાની જાણ પોલીસને મળી હતી. આ રેકેટ ભોજપુરી એકટ્રેસ ચલાવતી હોવાની જાણ પોલીસને મળતા પોલીસે એકટ્રેસની ધરપકડ કરી હતી. 24 વર્ષની આ ભોજપુરી એકટ્રેસ દલાલ તરીકે કામ કરતી હોવાની જાણ પોલીસને મળી આવી છે. આ ઉપરાંત કસ્ટમરને છોકરી આપવા બદલ એકટ્રેસને એક રાતમાં જ 50થી 80 હજાર રુપિયા મળતા હતા.

સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે મુંબઈ પોલીસની સમાજ સેવા શાખા અનુસાર, ટીમને આરે કોલોની વિસ્તારમાં આવેલી રોયલ પામ હોટલમાં સેક્સ રેકેટની માહિતી મળી હતી. તેના આધારે પોલીસ ટીમે નકલી ગ્રાહક બનાવીને ભોજપુરી એકટ્રેસ પાસે એક ગ્રાહક મોકલી તેનો સોદો કર્યો હતો. જેમાં દલાલ બનેલી અભિનેત્રીએ એક મોડલ પાસે 50 થી 80 હજાર રૂપિયાની માંગણી કરી હતી. અભિનેત્રીએ પોલીસ દ્વારા મોકલવામાં આવેલ નકલી ગ્રાહકને આરે કોલોની સ્થિત રોયલ પામ હોટેલમાં મોકલ્યો, જ્યાં મોડલ પહેલાથી જ હાજર હતી. સ્થળ પર પૈસા લઈને સમાજ સેવા શાખાની ટીમે આરોપી અભિનેત્રીની ધરપકડ કરી હતી અને સ્થળ પર હાજર 3 મોડલને બચાવી હતી. પોલીસે જણાવ્યું કે ભોજપુરી અભિનેત્રી લોકોને મોડલ સપ્લાય કરતી હતી. આ મોડેલો ફિલ્મોમાં કારકિર્દી બનાવવા માટે મુંબઈ આવી હતી, પરંતુ તેઓ આર્થિક સંકટમાંથી બહાર આવવા અને તેમની જીવનશૈલી જાળવવા માટે પૈસાની જરૂર હોય તેઓએ આ રસ્તો અપનાવ્યો હતો. ભોજપુરી અભિનેત્રી આવી મોડલ્સનો સંપર્ક કરતી હતી અને તેમને વેશ્યાવૃત્તિ માટે દબાણ કરતી હતી.

હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટમાં ફસાયેલી ભોજપુરી ફિલ્મોની અભિનેત્રી અને દલડાએ ઘણી ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે. તે ‘લૈલા મજનૂ’ જેવી ભોજપુરી ફિલ્મો અને ‘બાપ એક નંબરી, બેટા દસ નંબરી’ જેવા ભોજપુરી કોમેડી શોમાં જોવા મળી છે. ભોજપુરી ઇન્ડસ્ટ્રી ઉપરાંત, અભિનેત્રીએ હિન્દી, પંજાબી અને અન્ય પ્રાદેશિક ભાષાઓમાં OTT શો અને ગીત આલ્બમ્સમાં પણ કામ કર્યું છે.

Most Popular

To Top