Gujarat

ગુજરાતના 24 તીર્થસ્થાનોમાં સફાઈ અભિયાન, CMએ રાજકોટથી અભિયાનની શરૂઆત કરી

ગાંધીનગર: પ્રધાનમંત્રી (PM) નરેન્દ્ર મોદી (Narendra Modi) દ્વારા વર્ષ 2014માં સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરવામાં આવી હતી. આ અંતર્ગત ગુજરાતમાં (Gujarat) ભાજપ (BJP) સરકાર દ્વારા શનિવારથી 24 તીર્થસ્થાનમાં સફાઈ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. દરેક રાજયના નેતાઓ સફાઈ અભિયાનમાં જોડાઈ રહ્યાં છે. સુરત, રાજકોટ તેમજ અનેક રાજયમાં આ અભિયાન શરૂ થઈ ગયું છે. આ અભિયાનની શરૂઆત રાજકોટથી કરવામાં આવી હતી. આ અભિયાનમાં ભાજપના મોટાભાગના કાર્યકરોએ ભાગ લીધો હતો. ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરાએ શુક્રવારના રોજ રાજકોટમાં એક પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં તેઓએ કહ્યું હતું કે પ્રથમ તબક્કામાં 24 તીર્થસ્થાનો ઉપરાંત પછીથી આગળના સમયમાં મહિનામાં દર ત્રીજા રવિવારના રોજ અલગ અલગ સ્થળો ઉપર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે. જેના કારણે સ્વચ્છતા જળવાઈ રહેશે.

રાજકોટના કરણસિંહજી બાલાજી મંદિર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કુંવરજી બાવળિયા સહિતના નેતાઓએ હાથમાં ઝાડુ લઈ સફાઈ કરી સફાઈ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો તેમજ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા કચરો વીણતા જોવા મળ્યા હતા. રાજ્યના મોટા મંદિરોની સાફ-સફાઈનું અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું છે. આજે અમદાવાદના ભદ્રકાળી મંદિર ખાતે સાત વાગ્યે હર્ષ સંઘવી દ્વારા મંદિર પરિસરની સફાઈ કરવામાં આવી હતી. ગૃહ રાજ્યમંત્રીએ હાથમાં ગ્લોવ્ઝ પહેરી અને સાવરણાથી મંદિર પરિસરની સફાઈ કરી હતી. આ ઉપરાંત સુરતમાં પણ સીઆર પાટીલ દ્વારા અંબિકા નિકેતન મંદિરથી સફાઈ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. મંદિરની પાછળ આવેલો વોક વે પર ખૂબ ગંકદી હોય ત્યાં પણ સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. અહીં દારૂની બોટલ તેમજ અન્ય કચરો નીકળતા તેનો પણ યોગ્ય નીકાલ કરવામાં આવ્યો હતો.

જણાવી દઈએ કે અક્ષય તૃતીયાના પાવન દિવસથી ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ શરૂ થતી હોય છે. આજે જમાલપુર જગન્નાથ મંદિર ખાતે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના ત્રણેય રથોનું પૂજન કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top