વડોદરા: વડસર ગામમાં આવેલી જમીન માલિકોએ માંજલપુરના કોન્ટ્રાકન્ટ 8.87 લાખમાં વેચાણ આપાનું નક્કી કર્યું હતું. બાના પેટે સહિતના પૂરેપૂરી રકમ ચૂકવી દીધી હોવા છતાં તેઓ બાનાખત કરી આપતા ન હતા. જેથી તેઓ પિતા પુત્રે તપાસ કરતા માલિકોએ અન્ય ચાર લોકોને પોતાની જમીનના બાનાખત કરી આપ્યા હોવાનું બહાર આવ્યું હતું. જેથી તેઓ પાંચેય જમીન માલિકો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
માંજલપુર રોડ પર જીઆઇડીસી કોલોનીની બાજુમાં શ્રી અમરકૃપા બંગલોમાં રહેતા વિઠ્ઠલભાઇ તળશીભાઇ સવાણી ) બાંધકામના કોન્ટ્રાક્ટર છે. તેઓએ ફરિયાદ નોંધાવી હતી કે હું છેલ્લા ઘણો વર્ષોથી જમીન લે વેચનું કામ શરૂ કરુ છુ અને વડસર ગામ્ના ભીખાભાઇ રામજીભાઇ ભાલિયા જમીન લે વેચ સાથે દલાલીની કામ કરતા હતા. વર્ષ 1998માં ભીખાભાઇએ જણાવ્યું હતું કે શુંભુભાઇ વળભાઇ રાઠોડિયા, મગન કેવલ રાઠોડિયા, મંજૂલબેન કેવળભાઇ રાઠોડિયા,મોહન કેવલ રાઠોડિયા અને ભાઇલાલ કેવળ રાઠોયિડાના વડસર ગામમાં આવેલી જમીન ઠાકોર રણછોડ બારોટને ત્યાં ગીરવે મુકી છે અને તેઓ પોતાના જમીન વેચાણ કરવા મગે છે.
જેથી જમીન મેં ખરીદવાનું નક્કી કર્યું હતું અને ગીરો મુકેલી જમીન છોડાવીને 6.87 લાખમાં લેવાનું નક્કી કર્યું હતું.ગીરો રાખના ઠાકોર બારોટની હાજરીમાં બાનાખાત પટે રૂપિયા ચૂકવ્યા હતા. ત્યારબાદ જમીનના ડેવલોપમેન્ટ કરાર ખેડૂતો સાથે કરી અને કબજા પવાતીના મળી રૂપિયા ચૂકવ્યા હતા.જમીનના મૂળ માલિકો ટૂકટે ટુકડે કરીને વેચાણની કિંમત 8.87 લાખ ચૂકવી દીધી હતી.જમીન માલિકોએ નવીમાંથી જૂની શરતમાં કર્યા બાદ વેચાણ દસ્તાવેજ કરીશુ તેવું જણાવ્યું હતું.પરંતુ વેચાણ દસ્તાવેજ કે નવીમાથી જૂની શરતમાં પટલાવી પવાની કોઇ કાર્યાવહી કરતા ન હતા.
જેથી હું અને મારા પુત્ર તપાસ કરી હતી. જેમાં મૂળ માલિકોએ આ જમીનના અન્ય ચાર લોકોને પણ બાનાખત કરી આપ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી કોન્ટ્રાક્ટરે જમીનના પાચેય માલિકા સામે પૂર્વ આયોજિત કાવતરુ રચીને છેતરપિંડીની ફરિયાદ ફરિયાદ નોંધાવતા માંજલપુર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જમીનનો કબજો કોન્ટ્રાકટર પાસે હોય ઉપરાંત જમીનમાં ખેતી કામ ચાલતું હોવાથી કોઇ શંકા ગઇ નહી
જમીનનો પ્રત્યક્ષ કબજો કોન્ટ્રાક્ટર પાસે હતો ઉપરાંત જમીનમાં ખેતી કામ ચાલતું હતું. જેથી તેઓ કોઇ તપાસ કરી ન હતી. જમીનનો કબજો સંભાળ્યો ત્યારથી તેમની બાજુના ખેડૂત પાસેથી તેઓ ખેતી માટે પાણી લેવાનું શરૂ કર્યું હતું. તેમજ પિયત ખેતી કરીઉપરાંત આ બાબતે તલાટી કમ મંત્રી સમક્ષ નિયમિત વર્ષ 2019 સુધીના ભરેલા મહેસૂલની પણ રસીદ તેમની પાસે છે.
નવીમાંથી જૂની શરતમાં ફેરવવા માટે કોઇ કાર્યવાહી ન કરી હોય જમીનના હક સ્થાપન માટે કોર્ટમાં દાવો કર્યો
જમીન વેચાણ રાખ્યા બાદના થોડી સમય બાદ તેઓએ સર્વે નંબર વાળી જમીન બાબતે તપાસ કરાવી હતી. જેમાં જમીનના મૂળ માલિકોએ જમીનને નવીમાંથી જૂન શરતમાં ફેરવવાની કોઇ કાર્યવાહી કરી ન હતી.જેથી તેઓએ વડોદરા સિવિલ જજ સાહેબની કોર્ટમાં સ્પેશિયલ મુકદમા વર્ષ 2005માં હક સ્થાપન અને કાયમી તાકીદ મેળવવા માટે દાવો કર્યો હતો. જેમાં જમીનના જરૂરી દસ્તાવેજ માટે દાદ માગતા મૂળ માલિકોએ જમીનની કિંમત ચૂકવાઇ ગઇ હોવાની કબૂલાત કરી હતી.