National

“કદાચ ભાજપે CBIને મારી ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે” : કેજરીવાલ

નવી દિલ્હી: દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી (CM) સીએમ અરવિંદ કેજરીવાલની આજે CBI દ્વારા 11 વાગ્યે લીકર પોલીસી મામલે પૂછપરછ કરવામાં આવવાની છે. ત્યારે હવે સીએમ કેજરીવાલ તરફથી એક બયાન બહાર પાડવામાં આવ્યું છે. કેજરીવાલે કહ્યું છે કે BJPએ CBIને કહીને મારી ધરપકડ કરવા માટેના આદેશ આપ્યાં છે. તેઓ બહુ તાકતવાર છે. તે લોકો કોઈને પણ જેલમાં મોકલી શકે છે. જણાવી દઈએ કે આ મામલે મનીષ સિસોદીયાને પહેલાથી જ જેલમાં (Jail) મોકલી દેવામાં આવ્યાં છે.

AAP નેતા આતિશીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે કેન્દ્ર સરકાર અરવિંદ કેજરીવાલની વધતી લોકપ્રિયતાથી ડરી રહી છે. AAPએ ટ્વિટ કર્યું- શું સરમુખત્યાર મોદી હવે મુખ્યમંત્રી, સાંસદોને શાંતિપૂર્ણ પ્રદર્શન કરવા પણ નહીં દે? જણાવી દઈએ કે AAP નેતા ગોપાલ રાયે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું- CBI દ્વારા કેજરીવાલજીને સમન્સ મોકલવાને કારણે દિલ્હીના લોકોમાં ગુસ્સો છે. પોલીસે દિલ્હીના 32 ધારાસભ્યો અને 70 કાઉન્સિલરોની ધરપકડ કરી છે. આ સાથે જ મુખ્યમંત્રીને મળવા આવેલા પંજાબના 20 ધારાસભ્યોની પણ પોલીસે અટકાયત કરી લીધી છે.

CBI હેડક્વાર્ટરની બહાર વિરોધ પ્રદર્શન કરવા બદલ AAP નેતાઓ અને કાર્યકરોને પોલીસે કસ્ટડીમાં લીધા છે. બીજી તરફ દિલ્હી સરકારના મંત્રી ગોપાલ રાયે ટ્વીટ કરીને દાવો કર્યો કે પોલીસે અરવિંદ કેજરીવાલના સમર્થનમાં વિરોધ કરી રહેલા 1500થી વધુ લોકોની ધરપકડ કરી છે. તેમાંથી 1379 લોકોને અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે અને અન્યને બસોમાં લઈ જવામાં આવી રહ્યા છે.

પશ્ચિમ દિલ્હીના સુભાષ નગર ચોકમાં આમ આદમી પાર્ટીના નેતાઓનું પ્રદર્શન શરૂ થયું હતું. જનકપુરી રાજૌરી ગાર્ડન દ્વારકા વિધાનસભાના ધારાસભ્ય સહિત વિસ્તારના કાઉન્સિલરોએ આ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. સીબીઆઈ આજે લીકર પોલીસી કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલની પૂછપરછ કરવા જઈ રહી છે. તે જ સમયે, AAPએ ટ્વિટર પર એક નવું હેશટેગ શરૂ કર્યું છે. AAPએ તેમને સમર્થન આપવા માટે “#Kejriwal Rukega Nahi” શરૂ કર્યું છે. આ વચ્ચે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે લીકર પોલીસી કેસમાં સીબીઆઈ સમક્ષ હાજર થતા પહેલા એક નિવેદન જારી કરીને કહ્યું કે ગઈકાલથી તેમના તમામ નેતાઓ કહી રહ્યા છે કે તેઓ કેજરીવાલની ધરપકડ કરશે. કદાચ ભાજપે પણ સીબીઆઈને કેજરીવાલની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે, હવે ભાજપે આદેશ આપી દીધો છે ત્યારે સીબીઆઈની શું હિંમત છે.

આસામના ગુવાહાટી શહેરમાં શનિવારે સીએમ અરવિંદ કેજરીવાલના સમર્થનમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન તેમણે પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. તેઓએ અરવિંદ કેજરીવાલના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે કહ્યું કે કેન્દ્રની તાનાશાહી નહીં ચાલે.

AAPએ કેજરીવાલને આધુનિક મહાત્મા ગાંધી ગણાવ્યા છે, જ્યારે ભાજપે કેજરીવાલને દિલ્હી દારૂ નીતિ કૌભાંડના “માસ્ટર માઈન્ડ” ગણાવ્યા છે. AAP નેતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે AAP નેતાઓ ભારતને વિશ્વમાં નંબર વન બનાવવા માટે લડતા રહેશે. કેજરીવાલ આજના મહાત્મા ગાંધી છે.

Most Popular

To Top