Dakshin Gujarat

નવસારીમાં ડોક્ટરોએ મહિલાના પિત્તાશયની કોથળીમાંથી એક.. બે.. કે સો.. નહીં પણ આટલી પથરીઓ કાઢી

નવસારી: (Navsari) નવસારીમાં મહિલાનું પિત્તાશયનું દૂરબીનથી ઓપરેશન (Operation) કરવામાં આવ્યું હતું. જેમની પિત્તાશયની કોથળીમાંથી 156 પથરીઓ (Stone) નીકળતા ડોક્ટરોની પણ આંખો ખુલી જ રહી ગઈ હતી. જોકે ડોક્ટરોએ (Doctors) 8 કલાકના ઓપરેશન બાદ સફળતા મેળવી હતી.

  • 8 કલાકના ઓપરેશન બાદ ડોક્ટરોએ મહિલાના પિત્તાશયની કોથળીમાંથી 156 પથરી કાઢી
  • નવસારી સિવિલના જનરલ સર્જન અને તેમની ટીમે દૂરબીનથી સફળ ઓપરેશન કર્યું

ટેક્નોલોજી માણસોનું કામ સરળ કરી દે છે. તેમજ ટેક્નોલોજીથી લોકોને નુકશાન પણ થઇ રહ્યું છે. જોકે મેડિકલ ક્ષેત્રે ટેક્નોલોજીનો ઘણો અભાવ જોવા મળી રહ્યો છે. જેથી ડોક્ટરોને દર્દીઓના ઓપરેશન માટે સમસ્યાઓ ઉભી થઇ રહી છે. હાલમાં મેડિકલ ક્ષેત્રમાં પણ ઘણું આધુનિકરણ આવી ગયું છે. પરંતુ ટેક્નોલોજી દ્વારા કરાતા ઓપરેશનો મોંઘા હોય છે. જોકે ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે સિવિલ હોસ્પિટલ જીવાદોરી સમાન છે. ત્યારે સરકાર પણ હવે સિવિલ હોસ્પિટલમાં ટેક્નોલોજીમાં વધારો કરી હોસ્પિટલો આધુનિક બનાવી રહ્યા છે.

નવસારી સિવિલ હોસ્પિટલમાં પહેલા દૂરબીનની તેમજ સ્ટાફની વ્યવસ્થા ન હતી. જ્યારથી નવસારીને મેડિકલ કોલેજ ફાળવવામાં આવી છે ત્યારથી મેડિકલનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં વધારો થયો છે. જેથી સિવિલ હોસ્પિટલમાં સ્ટાફની જરૂરિયાત પણ પુરી થઇ છે. તેમજ સરકાર દ્વારા નવસારી સિવિલ હોસ્પિટલને દર્દીઓના ઓપરેશન માટે દૂરબીન પણ આપવામાં આવ્યું છે.

એક 59 વર્ષીય મહિલાને પિત્તાશયમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી તે મહિલાએ નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર શરૂ કરી કરાવી હતી. જે સારવાર દરમિયાન રિપોર્ટ આવતા મહિલાના પિત્તાશયની કોથળીમાં પથરી હોવાનું જણાયું હતું. જેથી નવસારી સિવિલ હોસ્પિટલના જનરલ સર્જન ડો. ઋષભ મૈસુરિયા અને તેમની ટીમે દૂરબીન ટેક્નોલોજીની મદદથી તે મહિલાનું ઓપરેશન કર્યું હતું. ઓપરેશનમાં મહિલાની પિત્તાશયની થેલીમાંથી 156 જેટલી પથરીઓ મળી આવતા ડોક્ટરોની આંખો ખુલી જ રહી ગઈ હતી. જોકે ડો. ઋષભ અને તેમની ટીમે 8 કલાકના ઓપરેશન બાદ સફળ કર્યું હતું.

Most Popular

To Top