વડોદરા : શહેરના કુખ્યાત મુકેશ હરજાણી હત્યા કેસનો મુખ્ય આરોપી અનિલ ઉર્ફે એન્થોની પોલીસ જાપ્તામાંથી ફરાર થઇ ગયા બાદ છેલ્લા અગિયારેક મહિનાથી નાસતો ફરતો હતો. દરમિયાન હાઇવે પર પાંજરાપોળ ખોડિયારનગર તરફ આવતી વેળા ક્રાઇમ બ્રાન્ચે અગિયાર મહિને કુખ્યાત આરોપીને દબોચી લીધો હતો. તેની પાસેથી બે પિસ્તોલ અને 5 કારતૂસ, મોબાઇલ મળી 63 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. કયાં ગુનાને અંજામ આપવા માટે આવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે.
શહેરના કુખ્યાત ગેંગસ્ટેર અનિલ ઉર્ફે એન્થોની મુલચદ ગંગવાણીએ વર્ષ 2022માં છોટાઉદેપુરના પાનવડના વેપારી પાસેથી ઉધારમાં ભુસુ ખરદયું હતું. જેમાં તેણે વેપારીને રૂા.5.40 લાખનું પેમેન્ટ કર્યું હતું. પરંતુ બાદમાં તમામ ચલણી નોટ બનાવટી હોવાનું મોલૂમ પડતા વેપારીએ નોંધાવેલી ફરિયાદના આધારે છોટાઉદેપુર એસઓજીની ટીમે મેસાપુરા ગામની સીમમાં ઝડપી પાડ્યો હતો. તેને વડોદરામાં મેડિકલ સારવાર માટે જાપ્તા હેઠળ લવાયો હતો.
દરમિયાન પોલીસ દ્વારા સયાજીગંજ વિસ્તારની પુજા હોટલ ખાતેથી પોલીસ જાપ્તા હેઠળ હોવા છથાં એ્ન્થોની ભાગી ગયો હતો. જેથી પોલીસ દ્વારા આરોપીની શોધખોળ કરી રહ્યા હતા. તે દરમિયાન રવિવારે મોડી રાત્રે ક્રાઇમ બ્રાન્ચના જવાનોને બાતમી મળી હતી કે ફરાર શાર્ટશૂટર એન્થોની શહેરના હાઇવે પાસેના પાંજરાપોળ થઇ ખોડિયારનગર તરફ આવવાનો છે. જેથી ટીમ મોડી રાત્રે એક્શનમાં આવી ગઇ હતી અને પાંજરાપોળ પાસે વોચ ગોઠવી હતી.
દરમિયન આરોપી અનિલ ઉર્ફે એ્ન્થોની આવ્યો હતો. જોકે પોલીસની ટીમને જોઇને આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કોર્ડન કરી દબોચી લીધો હતો. તેણે પોતાની કમરના ભાગે લોડેડ પિસ્તોર જેમાં ત્રણ જીવતા કારતૂસ બેગની તપાસ કરતા તેમાંથી એક લોકેડ પિસ્તોલ બે કારતૂસ અને એક મોબાઇલ પણ મળી આવતા 63 હજારનો મુદ્દામાલ કબજે કરી ક્રાઇમ બ્રાન્ચે તેની પૂછપરછ કરવાની તજવીજ હાથ ધરી છે.
કયાં કયા ગુનામાં આરોપી નાસતો ફરતો હતો
પાનવડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલાા બનાવી ચલણી નોટોના ગુનામાં પોલીસ જાપ્તામાંથી ફરાર થઇ ગયો હતો. સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં પોલીસ જાપ્તામાંથી ફરાર થવાના ગુના,દાહોદ જિલ્લાના પિપલોદ, કારેલીબાગ અને વાઘોડિયા પોલીસ સ્ટેશનના દારૂનો ગુનો મળી કુલ 6 ગુનામાં સંડોવાયેલો હતો અને છેલ્લા ઘણા સમયથી નાસતો ફરતો હતો.
જીવતા કારતૂસ લઇને કયા ગુનાને અંજામ આપવા આવ્યો હતો?
ક્રાઇમ બ્રાન્ચની ટીમે એન્થોનીને ઝડપી પાડ્યો હતો ત્યારે તેની પાસેથી બે પિસ્તોલ અને જીવતા કારતૂસ મળી આવ્યા હતા. આરોપીને કોઇ મોટા ગુનાને અંજામ આપવા માટે આવ્યો હતો શુ તે દિશીમાં પોલીસે તપાસ શરૂ કરી છે. ત્યારે પિસ્તોલ કોની પાસેથી, કેવી રીતે, ક્યાંથી મેળવી હતી ? કોને મળવા માટે આવ્યો હતો ક્યા જવાનું હતું ? તેની પૂછપરછ કરાયા બાદ તમામ વિગત બહાર આવશે.
વડોદરા જિલ્લાના મેસાપુરા ગામે ફેન્સિંગ કૂદી ભાગવા જતા ઘવાયો હતો
પોલીસના જાપ્તામાંથી ફરાર થઇ ગયેલો કુખ્યાત આરોપી અનિલ વડોદરાના મેસાપુરા ગામ તરફ કાર લઇને જતો હોવાની બાતમી છોટાઉદેપુર એસઓજીની ટીમે મળી હતી. જેથી સ્થળ પર પહોંચતા અનિલ કારમાંથી ઉતરીને ભાગવાનો પ્રયાસ કરતા ઇજાઓ પહોંચી હતી. પરંતુ એસઓજીની ટીમે તેને કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો.
ફરાર આરોપીની ખબર આપનારે 25 હજારનું ઇનામ આપવાની પોલીસ વિભાગ જાહેરાત કરી હતી
વર્ષ 2022માં ઇજાગ્રસ્ત એન્થોનીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં જાપ્તા હેઠળ લવાયો હતો. ત્યાંથી તેને પૂજા હોટલમાં લઇ જવાયો હતો. ત્યાં તેને મળવા માટે એક્ટિવા પર એક મહિલા આવી હતી. ત્યારબાદ તે પોલીસ જાપ્તામાંથી ફરાર થઇ ગયો હતો. છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો હોવાથી પોલીસ વિભાગે કુખ્યાત આરોપીની ખબર આપનારને 25 હજારનું ઇનામ આપવાની જાહેરાત કરી હતી.
પીઆઇ તેમજ મદદ કરનાર સહિત આરોપી સામે સયાજીગંજમાં ગુનો દાખલ કરાયો હતો
છોટાઉદેપુરથી જાપ્તા હેઠળ સારવાર માટે વડોદરા આવ્યા બાદ સયાજીગંજ પૂજા હોટલમાંથી એન્થોની ફરાર થઇ ગયો હતો. જેમાં જાપ્તાના પીઆઇ, ભાગવામાં મદદ કરનાર સહિત આરોપી સામે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ઇપીકો કલમ 221,222,,224,120(બી)મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
બૂટલેગરો વચ્ચે વોર ફાટવાની દહેશત ફેલાઇ હતી તેને લઇને એન્થોની આવ્યો હતો?
લિસ્ટેડ બૂટલેગર અલ્પિ સિંધી દ્વારા અન્ય બૂટલેગર હરિ સિંધી સહિત તેના પુત્રને નિર્વસ્ત્ર કરી માર માર્યો હતો અને તેનો વીડિયો બનાવી સોશિયાલ મીડિયા પર વાઇરલ કર્યો હતો. જેને લઇને બૂટલેગરો વચ્ચે વોર ફાટી નીકળવાની દહેશત ફેલાઇ હતી. જોકે હાલમાં કુખ્યાત અનિલ ઉર્ફે એન્થોની પિસ્તોલ સાથે પકડાતા તર્ક વિતર્ક સર્જાયા છે. જેને લઇને કયા ગુનોને અંજામ આપવા માટે આવ્યો હતો તેવા સવાલ ઉભા થયા છે ? જોકે ક્રાઇમ બ્રાન્ચે સત્વરે આરોપીને પકડી લેતા પૂછતાછમાં જાણવા મળશે.
આરોપી તેના ઘરમાં અવાર નવાર આશરો લેતો હોવાનું અનુમાન
હરણી રોડ પર આવેલા સવાદ ક્વાટર્સ મહાકાળી ચોક અને હાલમાં આજવા રોડ પર આવેલા સયાજીપુરા ટાકી પાસેના સિધ્ધશ્વર હોમ્સમાં રહેતો હતો. પરંતુછેલ્લા અગિયાર મહિનાની વોન્ટેડ હતો રવિવારે રાત્રે હાઇવે પર ખોડિયાર નગર વિસ્તારમાંથી ઝડપાયો હતો. જેથી આરોપી પોતાના ઘરે અવાર નવાર આસરો લેતો હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
આરોપી તેનું લોકેશન વારંવાર બદલતો રહેતો હતો
સયાજીગંજની હોટલમાંથી અનિલ ઉર્ફે એન્થોની 6-5-2022ના રોજ ભાગી ગયો હતો. 11 મહિનાથી ફરાર આરોપીને શોધવા પોલીસે 10 હજાર કિલોમીટરનું અંતર કાપી નાખ્યું હતું પરંતુ આરોપી માસ્ટર માઇન્ડ હોવાના કારણે વારંવાર લોકેશન બદલતો રહેતો હતો.