એક જાપાની (Japan) સૈન્ય હેલિકોપ્ટર (Military Helicopter) 10 ક્રૂ મેમ્બર સાથે ટેકઓફ કર્યા બાદ ગુમ (Missing) થઈ ગયું છે. જેના કારણે જાપાની સૈન્યમાં ગભરાટ સર્જાયો છે. જાપાનની કોસ્ટ ગાર્ડ ટીમે દાવો કર્યો છે કે આ હેલિકોપ્ટરમાં કુલ 10 સભ્યો સવાર હતા. હાલ હેલિકોપ્ટરની શોધખોળ ચાલુ છે.
જાપાની સૈન્ય હેલિકોપ્ટર 10 ક્રૂ મેમ્બર સાથે ટેકઓફ કર્યા બાદ ગુમ થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે જાપાનનું આ સૈન્ય હેલિકોપ્ટર એવા સમયે ગાયબ થયું છે જ્યારે ઉત્તર કોરિયાની સરહદ પર છેલ્લા ઘણા મહિનાઓથી અમેરિકા, જાપાન અને દક્ષિણ કોરિયાનો સંયુક્ત સૈન્ય અભ્યાસ ચાલી રહ્યો છે તેના કારણે આ દેશો ની સાથે ઉત્તર કોરિયામાં સાથે પણ તણાવ વધી ગયો છે. અહીં ચીન સાથે જાપાનનો તણાવ પણ ચરમસીમા પર છે. તાજેતરમાં અમેરિકાએ દક્ષિણ કોરિયા અને જાપાન સાથે મળીને ઉત્તર કોરિયાની સરહદે આવેલા સમુદ્રમાં પરમાણુ વિરોધી સબમરીનની સઘન કવાયત શરૂ કરી હતી. આ પછી ઉત્તર કોરિયાએ આ ત્રણ દેશોને પરિણામ ભોગવવાની ધમકી આપી હતી.
હેલિકોપ્ટર ટેકનિકલ ખામીને કારણે ગુમ થયું કે ષડયંત્રને કારણે
જાપાનની સૈન્ય અને કોસ્ટ ગાર્ડ ગુમ થયેલા હેલિકોપ્ટરને શોધી રહ્યા છે. પરંતુ આ સમય દરમિયાન સવાલ એ ઉઠી રહ્યો છે કે શું આ હેલિકોપ્ટર ગાયબ થવા પાછળનું કારણ કોઈ ટેકનિકલ ખામી છે કે કોઈ પ્રકારનું આંતરરાષ્ટ્રીય ષડયંત્ર છે. હાલ હેલિકોપ્ટર મળ્યા બાદ જ તેનો ખુલાસો શક્ય બનશે. જાપાનના કોસ્ટ ગાર્ડના જણાવ્યા અનુસાર આ સૈન્ય હેલિકોપ્ટરનો સંપર્ક તૂટી ગયો છે જેના કારણે શોધમાં મુશ્કેલી આવી રહી છે. જોકે સેના શોધમાં લાગેલી છે.